
દૂરસંચાર નિયામક ટ્રાઈના મોબાઇલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)ના નવા નિયમ 11 નવેમ્બરથી લાગુ થશે. આ કારણે 4થી 10 નવેમ્બર સુધી એમએનપી માટે અરજી પ્રક્રિયા બંધ રહેશે અને એમએનપી માટે મોબાઇલ ફોન ગ્રાહકોની અરજીને મંજૂરી નહીં મળે. ટ્રાઈએ ગુરુવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે નવા નિયમથી દૂરસંચાર કંપનીઓને રાહત મળશે અને ગ્રાહકોને પણ સુવિધા મળશે. પહેલા એમએનપીના નવા નિયમ લાગુ કરવાની સમયસીમા 30 સપ્ટેમ્બર હતી જેને 11 નવેમ્બર કરી દેવામાં આવી હતી. ટ્રાઈએ એમએનપીની નવી કિંમત 5.74 રૂપિયા નક્કી કરી છે. એમએનપીની કિંમતોમાં ફેરફાર બાદથી દૂરસંચાર કંપનીઓને વધારે લાભ થશે. નવા નિયમો હેઠળ મોબાઈલ નંબરને પોર્ટ કરવાનો સમયગાળો ઘટાડી બે દિવસ કરી દેવાયો છે. પોર્ટ સિસ્ટમને ઝડપી અને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ટ્રાઈએ તમામ દૂરસંચાર કંપનીઓને ગ્રાહકોની અરજીના 2 દિવસની અંદર ફરજીયાતરૂપે નંબર પોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mp8Oij
via
IFTTT
No comments:
Post a Comment