રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા પલટા માટે આખરે ભાજપે અવિશ્વાસની - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા પલટા માટે આખરે ભાજપે અવિશ્વાસની


રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા પલટા માટે આખરે ભાજપે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. જોકે તેમાં સહી કરનારા 24 સભ્ય પૈકી 6 સભ્ય દરખાસ્ત મૂકવા અંગે અજાણ હોવાનું તેમજ અંધારામાં રાખ્યાનું કહેતા અવિશ્વાસની દરખાસ્તમાં વિશ્વાસ બેસાડવા ફરી બળવાખોરોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે.

1 વર્ષ પહેલા ખાટરિયાને પ્રમુખપદ મળ્યા બાદ બળવો થયો હતો અને જિલ્લા પંચાયતના સભ્યો ભાજપને શરણે જતા બહુમતી સભ્યોને ફાર્મહાઉસ પર રાખીને કારોબારી, આરોગ્ય, શિક્ષણ, બાંધકામ અને સિંચાઈ સમિતિમાં કોંગ્રેસે નક્કી કરેલા ઉમેદવારોની સામે બળવાખોરોએ પોતાના ઉમેદવારો મૂક્યા હતા. ત્યારબાદ ખાટરિયાનું પ્રમુખપદ મેળવી લેવા અવિશ્વાસની દરખાસ્ત માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ત્યારે ઘણા સભ્યોએ સહી કરી હતી. જોકે પછી 6 મહિના સુધી આ મુદ્દો સુષુપ્ત અવસ્થામાં રહ્યા બાદ મંગળવારે અચાનક વિપક્ષી નેતા ધ્રુપદબા જાડેજા અને સભ્ય શિંગાળાએ ડીડીઓને અવિશ્વાસની દરખાસ્ત આપી હતી જેમાં 24 સભ્યની સહી હતી. આ સભ્યોનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા દરખાસ્ત વિશે અજાણ હોવાનું અને વિશ્વાસમાં લીધા વગર દરખાસ્ત મુકાઈ હોવાનું 6 સભ્યે જણાવ્યું હતું. આ અંગે વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, બધાની સહસંમતિ હતી અને સહીઓ કરી હતી આમ છતાં જ્યારે સામાન્ય સભા મળશે ત્યારે સત્તા પલટા માટે સૌ કોઇ આંગળી ઊંચી કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2o1sH5B
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here