અમ્બેશ દવે: લોકોને ઘેર જ ખાતર બનાવવા માટે સરળ પદ્ધતિ જણાવો? - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

અમ્બેશ દવે: લોકોને ઘેર જ ખાતર બનાવવા માટે સરળ પદ્ધતિ જણાવો?

અમ્બેશ દવે: લોકોને ઘેર જ ખાતર બનાવવા માટે સરળ પદ્ધતિ જણાવો?

ડૉ. કાળે: પ્લાસ્ટિકની ટ્રે લઇ તેમાં તળિયે શ્રીફળના છોતરા અને તેનો ભુક્કાનું એક-એક ઇંચનું લેયર પાથરી દેવું, ત્યારબાદ તેની ઉપર દેશી ખાતર બજારમાં કે નર્સરીમાંથી લાવી એક ઇંચ જેટલું પાથરવું, આ કામગીરીમાં ભીનાશ રહે તે માટે પાણીનો છંટકાવ કરતું રહેવું, પરંતુ કીચડ જેવું ન થાય તેનું ધ્યાન રાખવું. આટલું થઇ ગયા બાદ રસોડામાં શાકભાજી કે ફ્રૂટનો જે વધારાનો કચરો છે તે દરરોજ નાના-નાના કટકા કરીને તેની ઉપર નાખવાથી બે દિવસમાં જ ખાતર તૈયાર થઇ જાય છે.

અમ્બેશ દવે: લોકોએ કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ

ડૉ. કાળે: લોકોએ સૌથી પહેલા વેસ્ટ પર રોક લગાવવી પડશે. રાંધેલા ખોરાકનો જ્યારે આપણે બગાડ કરીએ ત્યારે ત્રણ લોકોનું અપમાન કરીએ છીએ, મહિલા જેણે જમવાનું બનાવ્યું, ખેડૂત અને ત્રીજું ધરતી માતા. તેથી અન્નનો બગાડ ન કરો.

અમ્બેશ દવે: કચરાના નિકાલની જવાબદારી કોની છે? તે માટે શું કરવું જોઈએ?

ડૉ. કાળે: હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે જે દેશની સવાર કચરો બહાર ફેંકવાથી થતી હોય તે દેશનો વિકાસ કેવી રીતે થઇ શકે, કચરાના નિકાલની જવાબદારી કોર્પોરેશનની નથી, પરંતુ તે જવાબદારી દરેક નાગરિકની છે. માત્ર સૂકો કચરો જ ઉઠાવવાની કોર્પોરેશનની જવાબદારી છે. કોર્પોરેશનની ગાડી જ્યારે રસ્તા પરથી નીકળે છે ત્યારે જે દુર્ગંધ આવે છે તે કોર્પોરેશનની નહીં પણ નાગરિકોની છે. તે બંધ થવી જોઈએ.

અમ્બેશ દવે: ઘરમાં જ ખાતર બનાવવાની કામગીરીમાં દુર્ગંધ આવતી હોવાની લોકોની માન્યતા છે, આપ શું કહો છો?

ડૉ. કાળે: મારા ઘેર ડાયનિંગ ટેબલ પર જ ખાતર બનાવવાની ટ્રે રાખવામાં આવી છે. યોગ્ય પદ્ધતિથી અને રસોડામાં નીકળતા શાકભાજી અને કેળાની છાલના નાના ટુકડા કરીને ટ્રેમાં નાખવામાં આવે તો કોઈ સમસ્યા રહેતી નથી. આ માટે રાજકોટમાં મહાનગરપાલિકા કોઈ મોટો કાર્યક્રમ કરે તો તેમાં હું વિનામૂલ્યે માર્ગદર્શન આપવા માટે આવીશ અને લોકોને ડેમો પણ આપીશ.

અમ્બેશ દવે: સોસાયટી લેવલે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ?

ડૉ. કાળે: જે પ્રકારે ઘરમાં નાના સ્તર પર કામગીરી થઇ રહી છે તે પ્રકારે સોસાયટીમાં મોટા ડ્રમ મૂકીને ખાતર બનાવી શકાય છે. આ માટે સૌથી જરૂરી બાબત એ છે કે આ ડ્રમમાં માત્ર ભીનો કચરો જ નાખવામાં આવે. તેમાં પ્લાસ્ટિક કે અન્ય વસ્તુ ન જાય તેની તકેદારી રાખવી. આ માટે મહાનગરપાલિકાએ સોસાયટીમાં શેડ બનાવી દેવા જોઈએ જેની નીચે આ કામગીરી થઇ શકે.

અમ્બેશ દવે: શહેરમાં ઘનકચરાની વધતી માત્રા કેવી રીતે ઘટાડી શકાય?

ડૉ. કાળે: શહેરમાંથી ઘનકચરાની માત્ર ઘટાડવા માટે ત્રણ સ્ટેપ અનુસરવા પડે. પ્રથમ લોકો હોમ કમ્પોસ્ટિંગ બનાવે એટલે કે ઘેર જ ખાતર બનાવે, બીજું સોસાયટી લેવલે ખાતર બનાવવામાં આવે અને ત્રીજું કોર્પોરેશન બાયોગેસના માધ્યમથી ઘનકચરાનો નિકાલ કરે. સૌથી મહત્ત્વનું એ છે કે ઘેર ઘેર ખાતર બને તો શહેરના કુલ કચરાના 40 ટકા કચરો ઓછો ફેલાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nY18Ks
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here