
આજે ગુજરાતી સાહિત્ય જગતના સમર્થ કવિ અને વિવેચક મનસુખલાલ મગનલાલ ઝવેરીનો જન્મદિવસ અને સ્થાપત્યવિદ્ જેમ્સ બર્જેસની પુણ્યતિથિ છે. જામનગરમાં જન્મેલા મનસુખલાલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું જ્યારે અનુસ્નાતક અભ્યાસ રાજકોટ અને મુંબઈથી કર્યો. મનસુખલાલ ઝવેરીએ અનુસ્નાતક પછી રાજકોટ, પોરબંદર, મુંબઈ અને કલકતામાં ગુજરાતી વિષયના અધ્યાપક અને આચાર્ય તરીકે રહ્યા હતા. તો ટૂંકા સમય માટે આકાશવાણી મુંબઈમાં વાર્તાલાપ વિભાગના નિર્માતા પણ રહ્યા હતા. સારા અધ્યાપકે પોતાના વિષયમાં અધ્યયન અને સંશોધન અવિરતપણે ચાલુ રાખવું જોઈએ તે ન્યાયે મનસુખલાલે કવિતા અને વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ન્હાનાલાલ, આરાધના, ચંદ્રદૂત, અભિસાર વગેરે તેઓના કાવ્ય અને વિવેચનના પુસ્તકો છે તેમની કવિતામાં અભિવ્યક્તિ કરતા વિચારશીલતા વધુ છે. પ્રણય અને પ્રકૃતિ તેમના સર્જનના ખાસ વિષય રહ્યા છે તો તેમનું વિવેચનકર્મ પંડિતયુગની પરંપરા જાળવતું, સ્પષ્ટભાષી અને નિખાલસ છે. 27ઓગસ્ટ 1981ના રોજ મનસુખલાલ ઝવેરીનું અવસાન થયું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oILJh3
via
IFTTT
No comments:
Post a Comment