
પાંચ દિવસ બાદ ઊનાના નવાબંદર દરીયાઇ સીમામાં જળસમાધી લીધેલ બોટના લાપતા બનેલા ચાર ખલાસી પૈકી 3 ખલાસીના મૃતદેહ એક સાથે બંદર કાંઠે પહોચતા સ્વજનોની આંખોમાંથી અશ્રુઓ વહી ચુક્યા હતા. અને ભારે રૂદન સાથે આ મૃતદેહને ઊનાની સરકારી હોસ્પિટલમાં પી એમ માટે લવાતા માછીમાર સમાજના સામાજીક આગેવાનો દોડી આવ્યા હતા. જ્યારે એક ખલાસી હજુ પણ લાપતા છે. ગત 28 ના રોજ નવાબંદરના બચીબેન ભગાભાઇની બોટ નંબર જીજે -11 -એમએમ -5803 અંબીકા પ્રસાદ ફિસીંગમાં ગયેલ હોય તે દરીયામાં ભારે પવન કારણે દરિયામાં જળસમાધી લીધી હતી. જેમાં 3 ખલાસી બચી ગયા હતાં. જયારે 4 લાપતા થયાં હતાં. હોય અને આજે વહેલી સવારે જે વિસ્તારમાં બોટે જળસમાધી લીધેલ તેનાથી 3 કિમી દૂર નવાબંદરની ઘનશ્યામ અને ખોડીયાર નામની ફિસીંગ બોટ શોધખોળ કરવા પસાર થતાં તેને ભાવેશભાઇ બાંભણીયા, સામતભાઇ જીવાભાઇ મજેઠીયા તેમજ કાંતીભાઇ જીવાભાઇ બાંભણીયાનો મૃતદેહ પાણીમાં તરતા જોવા મળતા મૃતદેહ ખલાસીઓને પોતાની બોટમાં લઇ કાંઠા પર પહોચી ગયેલા હતા. પીએમ કર્યા બાદ લાશનો કબ્જો મૃતકના પરીવારને સોપાયો હતો.
પાંચ દી’થી સ્વજનો કાંઠા પર બેઠા રહ્યા
બોટ ડુબ્યાના સમાચાર આવતા ચાર ખલાસીના પરીવારજનો અને સગા વ્હાલાઓ નવાબંદર ગામે પાંચ દિવસથી પોતાના ગુમ થયેલા આ માછીમાર પરત આવવાની રાહમાં રાત દિવસ કાંઠા પર બોટના માલીકો પાસે જીવીત માછીમારો પરત આવે તેવી આશા સાથે બેસી રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o1sDmn
via
IFTTT
No comments:
Post a Comment