પોરબંદરમા ખોજા ખાના સામે પતંજલિ ચિકિત્સાલય ખાતે 21 ઓક્ટો.ને સોમવારના દિવસે સાંજે 4 થી 8 વાગ્યા સુધી તથા તારીખ 22 મંગળવારના રોજ સવારના 10 થી 2 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર હોય જેથી બાળકોને સુવર્ણપ્રાશન ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. જન્મ થી 12વર્ષ સુધીનાં બાળકોને લાભ લેવા યોગ શિક્ષક નરેશભાઈ જુંગી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
પોરબંદરમાં ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન દરિયામાં પ્રવેશબંધી
પોરબંદર જીલ્લામાં જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ જાહેરનામું બહાર પાડી આગામી તા 21ઓક્ટોબર અને 30 ઓક્ટોબરના સવારના 7 કલાક થી બપોરના 13 કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્તા નજીક તથા દરિયા કિનારાના ફાઇરીંગ બટ વિસ્તારના પૂર્વ ભાગે-200 મીટર, પશ્ચિમ ભાગે-200 મીટર, ઉત્તર ભાગે -600 મીટર, દક્ષિણ ભાગે- 200 મીટર તથા દરીયામાં 5 (પાંચ) કિ.મી. સુધીના વિસ્તારમાં ફાઇરીંગ પ્રેકટિસ દરમ્યાન માછીમારો વ્યકિતગત તેમજ વહાણ/બોટ લઇ જવા ઉપર ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી ફરમાવેલી છે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેવું જણાવવામાં આવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qo8WpI
via IFTTT
No comments:
Post a Comment