ઢાેર ચરાવતા સમયે નદીના પુલ પરથી પગ લપસતાં માેત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

ઢાેર ચરાવતા સમયે નદીના પુલ પરથી પગ લપસતાં માેત

કેશાેદના પંચાળા ગામે સાબલી નદીમાં પુલ પરથી પગ લપસી જતાં ડુંબી જવાથી એક કિશાેરનું માેત નિપજ્યું હતું. જેમને ખાનગી વાહન મારફત કેશાેદ સરકારી હાેસ્પિટલે લવાતાં જયાં હાજર ડાેક્ટરે મૃત જાહેર કર્યાે હતાે. આ ઘટનાના પગલે નાના એવા ગામમાં ગમગીની વ્યાપી હતી. કેશાેદના પંચાળા ગામે રહેતા ચીમન રામજીભાઇ માેકરિયા ઉ વ 15 કે જે ધાેરણ 10 માં અભ્યાસ કરતાે હતાે. રવીવારના દિવસે રજા હાેય તેથી બપાેરના સમયે ગામ નજીક સાંબલી નદીના કાંઠે ઠાેર ચરાવતાે હાેય અચાનક સાબલી નદીના પુલ પરથી પગ લપસી જતાં તરતાં ન આવડતું હાેય તેથી ડુંબી જતાં માેત નિપજ્યું હતું જાે કે ગામના લાેકાેને જાણ થતાં માેટી સંખ્યામાં ઘટના સ્થળે પહાેંચ્યા હતાંં જેમાંના તરવૈયાઓએ અળધી કલાક બાદ આ કિશાેરને પાણીમાંથી બહાર કાઢી ખાનગી વાહન મારફત કેશાેદ સરકારી હાેસ્પિટલ લઇ જવાયાે હતાે જયાં હાજર ડાેક્ટરે કિશાેરનું માેત થયાનું જણાવતા પાેસ્ટમાેર્ટમ માટે માેકલી દેવાયાે હતાે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2P6WAwC
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here