રાજસ્થાનની યુવતીઓએ બાળપણમાં થયેલા લગ્ન નકાર્યા, 85 ટકા લગ્નો ફોક કરાવવામાં માતા-પિતાએ પણ દીકરીને સાથ આપ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

રાજસ્થાનની યુવતીઓએ બાળપણમાં થયેલા લગ્ન નકાર્યા, 85 ટકા લગ્નો ફોક કરાવવામાં માતા-પિતાએ પણ દીકરીને સાથ આપ્યો

મનોજ કુમાર પુરોહિત | જોધપુર

રાજસ્થાનની યુવતીઓ બાળલગ્ન સામે અવાજ ઉઠાવી રહી છે. રાજ્યની 40 દીકરીઓએ સંઘર્ષ કરીને બાળલગ્નથી છુટકારો મેળવ્યો છે. 85 ટકા કિસ્સાઓમાં માતા-પિતાએ બાળલગ્ન ફોક કરાવવામાં મદદ કરી. નેશનલ ફેમિલી હેલ્થ સરવે મુજબ, દેશમાં 26.8% યુવતીઓના લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં થઇ જાય છે. રાજસ્થાનમાં આ ટકાવારી 35% છે. દેશમાં 43 બાળલગ્ન ફોક થયા છે, જેમાંથી 40 રાજસ્થાનના છે. વાંચો આ સાહસિક યુવતીઓના કિસ્સા...

બાડમેરની સંજુના 12 વર્ષની ઉંમરે જ લગ્ન થઇ ગયા. 17 વર્ષની ઉંમરે આણાની વાત ચાલી તો તેણે ઇનકાર કરી દીધો. પરિવારજનોએ મારઝૂડ કરી તેને રૂમમાં પૂરી દીધી. તેણે પોલીસની મદદ માગી પણ કોઇ ફાયદો ન થયો. એક દિવસ જોધપુરના સારથી ટ્રસ્ટને ફોન કર્યો. તે ગામમાંથી ટ્રસ્ટની એક મહિલા સાથે જતી હતી તો ગામવાસીઓએ લાકડીઓથી હુમલો કરી તેને રોકવા પ્રયાસ કર્યો. તેને છુપાવીને લઇ જવાઇ. ત્યાર બાદ બાળલગ્નને કોર્ટમાં પડકારી ફોક કરાવ્યા.

લૂણી નજીકના એક ગામની સપનાએ બાળલગ્ન નકારવા પ્રયાસ કર્યો તો નાતના પંચોએ પરિવારને 16 લાખ રૂ. દંડ કરી દીધો. સપનાએ આ નિર્ણયને કોર્ટમાં પડકારી બાળલગ્ન ફોક કરાવ્યા. જોકે, પંચો તે નિર્ણય માનવા આજે પણ તૈયાર નથી. સપના અને તેના પરિવારે પંચોના આદેશને કોર્ટમાં પડકાર્યો છે. આટલા સંઘર્ષ છતાં સપનાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હાલ તે એક ખાનગી વીમા કંપનીમાં કામ કરવા લાગી છે, જવાબદારીઓ સંભાળી રહી છે.

બાલેસરની મુક્તિના 16 વર્ષની ઉંમરે લગ્ન થતાં તેણે વિરોધ કર્યો. તેના પિતા જ નાતના પંચો ભેગા મળીને તેની સામે પડ્યા. તેને કહ્યું કે તે સાસરે નહીં જાય તો પોતે ગળાફાંસો ખાઇ લેશે. પંચોએ નાત બહાર કરવાનું ફરમાન કર્યું. મુક્તિએ કોર્ટની મદદથી બાળલગ્ન ફોક કરાવ્યા જ્યારે જોધપુરની સરિતાના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા હતા. તે તેજસ્વી વિદ્યાર્થિની છે, 10મા અને 12મામાં ગાર્ગી પુરસ્કાર જીતી ચૂકી છે. સાસરિયાઓએ આણા માટે દબાણ કર્યું તો તેણે ઇનકાર કરી દીધો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VYxnFV
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here