
અમરેલીના સાજીયાવદર ગામની એક પરિણીતાને તેના પતિએ છુટાછેડા આપી દેવા માટે દબાણ કરી માર મારી દિવાલ સાથે માથુ અથડાવી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોડીનારના સરદારનગરમાં રહેતા અને હાલ અમરેલીના સાજીયાવદર ગામે રહેતા સોનલબેન દિપકભાઈ પરમાર આજે કોઈ કારણોસર અડતાળા ગામે ગયા હતા. ત્યારે તેના પતિ દિપક કરશનભાઈ પરમારે અડતાળા આવી સોનલબેનને છુટા છેડા આપવા માટે દબાણ કરી મારી નાખવાની ધમકી આપી હતી. તે તેમને વારંવાર છુટા છેડા આપવાની ધમકી આપી રહ્યો હતો. મહિલાએ તેમને છુટા છેડા આપવાની ના પાડતા દિપક ઉશ્કેરાઈ ગયો હતો અને સોનલબેનું માથુ પકડી તેમને દિવાલ સાથે પટક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે પત્નીએ પતી સામે માનસીક ત્રાસ આપી મારી નાખવાની લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મહિલાની ફરિયાદના આધારે આગળ તપાસ હાથ ધરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NaPzZh
via
IFTTT
No comments:
Post a Comment