વંશવાદના રાજકારણ અને જેડીએસ સાથેના જોડાણને કારણે કર્ણાટકમાં હાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

વંશવાદના રાજકારણ અને જેડીએસ સાથેના જોડાણને કારણે કર્ણાટકમાં હાર

બેંગ્લુરુઃ કોંગ્રેસના એક આંતરિક રિપોર્ટમાં કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પરાજય માટે વંશવાદી રાજકારણ અને જેડીએસ સાથેના જોડાણને જવાબદાર ઠેરવાયું છે. લોકસભા ચૂંટણી દરમિયાનકર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની મોરચા સરકાર સત્તા પર હતી. કોંગ્રેસ રાજ્યની 28 બેઠકમાંથી માત્ર એક બેઠક જ જીતી શકી છે. કોંગ્રેસનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસમહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ઝઝૂમી રહી છે.

ઘણા જિલ્લામાં જોડાણ નિષ્ફળ રહ્યું
રિપોર્ટ અનુસાર 2018ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવાયેલા ઘણા ઉમેદવારો સાંસદો અને ધારાસભ્યોના સંતાનો હતા. મતદારોને કદાચ આ પસંદ પડ્યું નહોતું. કર્ણાટક કોંગ્રેસનાપ્રદેશ પ્રમુખ દિનેશ ગુંડુરાવ માને છે કે લોકો એવું માને છે કે ટિકિટ આપતા સમયે કોઈની સાથેના સંબંધને યોગ્યતા ગણવી જોઈએ નહીં. આ રિપોર્ટ તૈયાર કરતા સમયે જિલ્લા અનેતાલુકાસ્તરના કાર્યકરો સાથે પણ વાતચીત કરાઈ હતી. ઘણા જિલ્લામાં એવું પણ હતું કે જેડીએસ સાથેનું જોડાણ નિષ્ફળ રહ્યું છે. આથી તેમને આપણી સાથે જોડવા જોઈએ નહીં. સોશિયલમીડિયાની વ્યૂહરચના પણ સફળ પૂરવાર નહીં થઈ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/30Q7Bo4
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here