ઓપ્શન ટ્રેડિંગથી ખેડૂતોને મળી શકે છે ઉપજના સારા ભાવ : કૃષિ નિષ્ણાતો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

ઓપ્શન ટ્રેડિંગથી ખેડૂતોને મળી શકે છે ઉપજના સારા ભાવ : કૃષિ નિષ્ણાતો

કોમોડિટી ડેરિવેટીવ્ઝ એક્સચેન્જમાં હાજર ભાવના આધાર પર ઓપ્શન ટ્રેડિંગ (વિકલ્પ વેપાર) શરૂઆત કરી શકો છો. જેનાથી ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળી શકે છે અને તેનાથી હેજિંગ પ્રત્યે ખેડૂતોનો ઉત્સાહ વધી શકે છે. ઓપ્શન ટ્રેડિંગ ખેડૂતો માટે એક એવો વિકલ્પ છે જેનાથી તેમને એ પણ માલૂમ થશે કે ક્યા પાકોની ખેતી કરવાથી તેઓને આવનારા દિવસોમાં સારો ફાયદો મળી શકે છે.

સરકાર દ્વારા કોમોડિટી ડેરીવેટિવ્ઝ એક્સચેન્જને હાજર ભાવના આધાર પર ઓપ્શન ટ્રેડિંગ શરૂ કરવા માટે મંજૂરી મળી ગઇ છે. કોમોડિટી બજારના નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે સરકારના આ પગલાના કારણે ખેડૂતો માટે હવે હેજિંગ કરવું સરળ બની જશે. કોમોડિટી બજારમાં ઓપ્શન ટ્રેડિંગની શરૂઆત જોકે બે વર્ષ પહેલાથી શરૂ થઇ ચૂકી છે, પંરતુ હાજર બજારના ભાવ પર વિકલ્પ ઉપરાંત સેટલમેન્ટ હાજર ભાવ પર કરવાની સરકારની મંજૂરી પહેલી વખત આપવામાં આવી છે. જેનાથી આશા રાખવામાં આવી રહી છે કે સામાન્ય રીતે એગ્રી કોમોડિટી ડેરીવેટિવ્ઝના વેપારમાં ખેડૂતોનો હિસ્સો વધશે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે ખેડૂતોને ફ્યૂચર્સ અથવા ઓપ્શન દ્વારા પ્રાઇસ ડિસ્કવરીનો ફાયદો અપાવવા માટે પહેલા ઓનલાઇન ટ્રેડિંગમાં તેમની ભાગીદારી વધારવાની જરૂરીયાત છે. જેમકે તેમાં જાગ્રૃત્તા ઉભી કરવા પર જ સંભવ બની શકે. તેમણે કહ્યું કે આમાં બે મત નથી કે ઓપ્શન ટ્રેડિંગ ખેડૂતો માટે ફાયદામંદ સાબીત થઇ શકે છે અને આ ઉપજના એમએસપીનો વિકલ્પ પણ હોય શકે છે. એક અન્ય કોમોડિટી બજારના નિષ્ણાતે જણાવ્યું કે ખેડૂતોને જે ઉપજના સારા ભાવ મળી રહ્યાં છે તેની ખેતી તેઓ વધુ પ્રમાણમાં કરી રહ્યાં છે. અને ટેકાના ભાવ કરતા સારા ભાવની આશા રાખી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2W5okmC
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here