કપડાં અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમની માગમાં વૃદ્ધિ
61 ટકા ગ્રાહક ફેસ્ટિવ સિઝનમાં 15 હજારથી વધુ ખર્ચ કરશે
આરઈઆઈના સીઈઓ કુમાર રાજાગોપાલને જણાવ્યુ છે કે, સર્વેમાં જે લોકો સાથે વાત કરવામાં આવી તેમાંથી 61 ટકા લોકોએ ફેસ્ટિવ સિઝનમાં 15 હજાર સુધીનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યારે 12 ટકા લોકો રૂ. 1 લાખથી વધુની રકમની ખરીદી કરશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, રિટેલર્સ પાસે તહેવારની સિઝનમાં સારો એવો નફો રળવાની ક્ષમતા.
વિશ્વભરમાં ઈકોનોમીમાં સુધારાના સંકેત જોવા મળ્યા
છેલ્લા થોડા દિવસોથી દુનિયાના અમુક મહત્વપૂર્ણ દેશોમાંથી પોઝિટીવ સંકેતો મળ્યા છે. જે ટૂંકસમયમાં જ વૈશ્વિક ઈકોનોમી ફરી પાછી પાટે ચડી જવાના સંકેત આપી રહી છે. અમેરિકા અને ચીન બંનેએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, ટ્રેડવોર ટૂંકસમયમાં જ પૂર્ણ થશે. ટ્રેડવોરને લીધે વિશ્વને અત્યારસુધી 80 હજાર કરોડ ડોલરનુ નુકસાન થયુ છે. તદુપરાંતસ બ્રેક્ઝિટ ડીલ પણ ફાઈનલ થવાના અણસાર છે.
ઓક્ટોબરમાં ઓનલાઈન પ્લેટફોર્મ મારફત 39 હજાર કરોડની ખરીદી
રિપોર્ટ અનુસાર, કપડાં અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમની માગ વધી છે. જ્વેલરી અને ફર્નિચરની માગ ઘટી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફત તહેવારની સિઝન ના શરૂઆતમાં જ જોરદાર વેચાણો નોંધાયા છે. અત્યારસુધી સિઝનના બે ચરણમાં ફેસ્ટિવલ સેલ યોજાઈ ચૂક્યા છે. આ મહિને ઓનલાઈન દ્વારા આશરે રૂ. 39 હજાર કરોડની ખરીદી થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31FebOI
via IFTTT
No comments:
Post a Comment