બરવાળામાં દિવાળીને લઈ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

બરવાળામાં દિવાળીને લઈ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા

બરવાળા શહેરમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ, ભાવનગરના ફૂડ સેફટી ઓફિસરો અને બરવાળા નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર દ્વારા દિવાળીના તહેવારમાં લોકોના આરોગ્યને ધ્યાને રાખી, મીઠાઈ-ફરસાણના વેપારીઓની દુકાનો પર તપાસ હાથ ધરી દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. આ દરોડા દરમિયાન કુલ મળી 53 કી.ગ્રા. અખાદ્ય ફરસાણ અને ફરસાણના લોટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

બરવાળા નગરપાલિકા વિસ્તારમાં તા.મંગળવારના રોજ બપોરે ભાવનગર ફુડ એન્ડ ડ્રગ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો અને બરવાળા નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર દ્વારા સયુંકત કાર્યવાહી હાથ ધરી ફરસાણ-મીઠાઈના વેપારીઓની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બરવાળા શહેરમાં ભાવનગર ફુડ એન્ડ ડ્રગ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો સી. આર. ત્રિવેદી અને કે. એ. પટેલ તેમજ બરવાળા નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર ગંભીરસિંહ ભાડલીયા દ્વારા બરવાળાની મીઠાઈ તેમજ ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 37 કિ.ગ્રા. ફરસાણ,13 કિ.ગ્રા. ફરસાણનો લોટ, 3 કિ.ગ્રા.અખબાર મળી કુલ 53 કિ.ગ્રા.જથ્થાનો નાશ કરી વેપારીઓ પાસેથી 1100 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ફરસાણના વેપારીઓની દુકાનો ઉપર સયુંકત રીતે ચેકિંગ હાથ ધરી દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - diwali in barwala and raids in pistachios and confectionery shops 060146


from Divya Bhaskar https://ift.tt/2MBZ18I
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here