ભારત એક ઇનિંગ્સ અને 202 રને જીત્યું, દક્ષિણ આફ્રિકાનો પહેલી વાર 3-0થી વ્હાઇટવોશ કર્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

ભારત એક ઇનિંગ્સ અને 202 રને જીત્યું, દક્ષિણ આફ્રિકાનો પહેલી વાર 3-0થી વ્હાઇટવોશ કર્યો

સ્પોર્ટ્સ ડેસ્ક:ભારતીય ટીમ રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સડિક્લેર કરી હતી. જવાબમાં મહેમાન ટીમ 162 અને 132 રનમાં ઓલઆઉટ થઇ હતી.

ભારત vs દક્ષિણ આફ્રિકા:
કોહલીની કપ્તાનીમાં: 10માંથી 7 ટેસ્ટ જીતી ( 70% સક્સેસ રેટ)
અન્યની કપ્તાની હેઠળ: 29માંથી 7 ટેસ્ટ જીતી ( 24.14 સક્સેસ રેટ)

એલ્ગરનાકન્કશનસબસ્ટિટ્યૂટતરીકે બ્રૂઇનબેટિંગ કરવા આવ્યો
ડિનએલ્ગર16 રનેરિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરનેમાથામાં બોલ વાગ્યોહોવાથીઆઈસીસીના કન્કશનનિયમ પ્રમાણે બ્રૂઇનતેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશનસબ્સ્ટિટયૂટનોઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાનેસ્ટીવ સ્મિથનોઅને વિન્ડીઝનોબ્લેકવુડડેરેન બ્રાવોનોસબસ્ટિટ્યૂટરહ્યો હતો.

કપ્તાન ફાફડુ પ્લેસીસ 4 રને શમીની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. ફાફે રિવ્યુ લીધો હતો પરંતુ તે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. ટેમ્બા બાવુમા શૂન્ય રને શમીની બોલિંગમાં કીપર સાહા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગ્સની શરૂઆતમાં ​​​કવિન્ટન ડી કોક 5 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઝુબેર હમઝા શૂન્ય રને શમીની બોલિંગમાં આઉટ થયો હતો.

એક સીરિઝમાં ઓપનિંગ જોડીની સૌથી ઓછી એવરેજ (મિનિમમ 5 ઇનિંગ્સ)

  • 3.33 પાકિસ્તાન vs વેસ્ટ ઇન્ડિઝ 1990/91
  • 3.83 શ્રીલંકા vs ઇંગ્લેન્ડ 2006
  • 4.50 શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા 2016
  • 4.83 દ.આફ્રિકા vs ભારત 2019/20

દ. આફ્રિકા પ્રથમ દાવમાં 162 રનમાં ઓલઆઉટ, ભારતે ફોલોઓનકર્યું

દક્ષિણ આફ્રિકા ભારત સામે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં 162 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને પ્રથમ દાવમાં 335 રનની લીડ મળી છે અને તેણે મહેમાન ટીમ પર ફોલોઓન કર્યું છે. પ્રોટિયાસ માટે ઝુબેર હમઝાએ મેડન ફિફટીફટકારતાં62 રન કર્યા હતા. તે ઉપરાંત ટેમ્બા બાવુમાએ 32 રન અને જોર્જ લિન્ડેએ 37 રનનું યોગદાન આપ્યું હતું. તેમનો અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં રન સ્કોર કરી શક્યો ન હતો. ભારત માટે ઉમેશ યાદવે 3 વિકેટ, જયારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી હતી.

ઉમેશ યાદવ ભારતમાં સતત પાંચ ઇનિંગ્સમાં 3થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.ઘરઆંગણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ઉમેશનું પ્રદર્શન: 6/88, 4/45, 3/37, 3/22 અને 3/40.ભારત ઘરઆંગણે છેલ્લે એક સીરિઝમાં શ્રીલંકા પર બે વાર ફોલોઓન કર્યું હતું. 1993ની તે સીરિઝમાં ઇન્ડિયાએ લંકા પર લખનૌ અને બેંગ્લુરુ ખાતે ફોલોઓન કર્યું હતું.

સૌથી વધુ વાર વિરોધી ટીમ પર ફોલોઓન કરનાર ભારતીય કેપ્ટન:

  • 8 વિરાટ કોહલી *
  • 7 મોહમ્મદ અઝહર
  • 5 એમએસ ધોની
  • 4 સૌરવ ગાંગુલી

ભારતની પ્રથમ ઇનિંગ્સમાં દ. આફ્રિકા સામે સર્વાધિક લીડ:

  • 347 કોલકાતા 2009/10
  • 335 રાંચી 2019/20
  • 326 પુણે 2019/20
  • 213 દિલ્હી 2015/16
  • 165 જોહાનેસબર્ગ 2006/07
  • 136 નાગપુર 2015/16

ભારતીય બોલર્સ જેમણે સ્ટમ્પિંગ દ્વારા મેડન વિકેટ લીધી:

  • ડબ્લ્યુ વી રમણ (કર્ટની વોલ્શ)
  • એમ વેંકટરામન (ડી હાયન્સ)
  • આશિષ કપૂર (કાર્લ હૂપર)
  • શાહબાઝ નદીમ (ટેમ્બા બાવુમા)


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India vs RSA third test live updates day four
India vs RSA third test live updates day four
India vs RSA third test live updates day four


from Divya Bhaskar https://ift.tt/31Fzccp
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here