
આ નુકસાનમાંથી બોધપાઠ લઈને તેમણે જૂના અનુભવોને ધ્યાનમાં રાખીને લોકોની જરૂરિયાત સમજવાનું શરૂ કર્યું. તેનાથી તેમને ખબર પડી કે, સ્પાયકર જિન્સના ટ્રાયલ મિનિક્વિન્સ પર નહીં પણ માણસો પર કરવા જોઈએ. તેમને ટેકનિકલ જ્ઞાન પણ બહુ કામમાં આવ્યું અને બજાર સમજવા પણ તેમણે ખૂબ મહેનત કરી. પરિણામે આજે આ બ્રાન્ડ મોટી મોટી ઈન્ટરનેશનલ બ્રાન્ડને ટક્કર આપી રહી છે. કંપની પહેલા જ દિવસથી ક્વોલિટી માટે ખૂબ ગંભીર હતી. કેઝ્યુઅલ વિયર સેગમેન્ટમાં કંપનીએ ખૂબ પ્રયોગ પણ કર્યા. પ્રસાદ પબરેકરે કંપની બનાવવા ઘણો પ્રવાસ કર્યો અને આ રીતે તેઓ જુદા જુદા પ્રકારનું કલ્ચર પણ સમજ્યા. તેઓ દરેક વિસ્તારના લોકોને મળ્યા અને ત્યાંની ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીને નજીકથી સમજ્યા. તેમાંથી મળેલું જ્ઞાન તેઓ સતત પોતાની બ્રાન્ડ માટે ઉપયોગ કરતા રહ્યા. 2014માં આ બ્રાન્ડ, બગરી પરિવારના મેટડિસ્ટ ગ્રૂપનો હિસ્સો છે. કંપનીના ભારતમાં જ 240થી વધુ એક્સક્લુસિવ આઉટલેટ્સ છે. 1400થી વધુ મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્સમાં પણ આ બ્રાન્ડ મોજુદ છે.
આ પણ જાણો




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VUmcyc
via IFTTT
No comments:
Post a Comment