
તહેવારોની સિઝનમાં વેચાણ વધારવા માટે કાર કંપનીઓ અલગ-અલગ મોડલ પર લાખો રૂપિયા સુધી છૂટ આપી રહી છે. પુષ્ય નક્ષત્ર, ઘનતેરસ અને દિવાળીને ધ્યાનમાં રાખી કંપનીઓએ એક્સચેન્જ ઓફર પણ શરૂ કરી છે. હોન્ડા જેવી કંપની પાંચ લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેઓ પોતાના સીઆરવી 4 ડબલ્યુડી મોડલ પર પાંચ લાખ રૂપિયા સુધી કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. હ્યુંડાઇ ટસ્કન મોડલ પર 2 લાખ રૂપિયા સુધીની ઓઉર ચાલી રહી છે. જેમાં 1.25 લાખ સુધી કેશ ડિસ્કાઉન્ટ અને 75 હજાર રૂપિયા એક્સચેન્જ ઓફસનો સમાવેશ થાય છે. જ્યારે મારૂતિ સુઝુકી પોતાના એસક્રોસ મોડલ પર 1.12 લાખ રૂપિયા સુધી ઓફર આપી રહી છે જેમાં 50 હજાર રૂપિયા સુધી કેશ ડિસ્કાઉન્ટ, 30 હજાર એક્સચેન્જ ઓફર, 10 હજાર રૂપિયા કોર્પોરેટ ઉપરાંત 5 વર્ષની વોરંટીનો પણ સમાવેશ કર્યો છે.
કંપનીઓ 5 વર્ષમાં વોરંટીની સાથે આપી રહી છે એક્સચેન્જ ઓફર


હોન્ડા સીઆરવી 4 ડબલ્યૂડી : 5 લાખ સુધી કેશ ડિસ્કાઉન્ટ


હોન્ડા સીઆરવી 2 ડબલ્યુડી ડીઝલ: 4 લાખ સુધી કેશ ડિસ્કાઉન્ટ


હ્યુંડાઇ ટસ્કન : 2 લાખ સુધીનો ફાયદો (1.25 લાખ સુધી કેશ અને 75000 સુધી એક્સચેન્જ ઓફર)


જીપ કંપાસ : ડીલર લેવલ પર 1.5 લાખથી લઇ 1.75 લાખ સુધી છુટ


મારૂતી બ્રેઝા : એક લાખની ઓફર (45 હજાર કેશ, 20 હજારનું એક્સચેન્જ, 7000 કોર્પોરેટ, 5 વર્ષની વોરંટી)


હ્યુંડાઇ ક્રેટા 1.6 : એક લાખ સુધી ઓફર (50 હજાર કેશ, 30 હજાર એક્સચેન્જ, વધારાની 4 વર્ષની વોરંટી અને આરએસએ)


મહિન્દ્રા એક્સયૂવી 500: એક લાખ સુધી ઓફર (40000 કેશ, 45000એક્સચેન્જ, 10 હજાર એસેસરીઝ)
આ મોડલ જેના પર રાહત નહીં


હ્યુંડાઇ ગ્રાન્ડ આઇ 10 નિઓસ,


મારૂતિ એસ-પ્રેસો, મારૂતિ એક્સએલ6,


હ્યુંડાઇ વેન્યૂ,


એમજી હેક્ટર,


કિયા સેલ્ટોસ, રેનો ટ્રાઇબર,


મારૂતિ અર્ટિંગા
સેંટ્રોનું સ્પેશિયલ એડિશન લોન્ચ
હ્યુંડાઇએ સેંટ્રો સ્પોર્ટ એસઇના નામનું એક એનિવર્સરી એડિશન લોન્ચ કર્યું છે. આ સ્પેશિયલ એડિશન મોડલ સ્પોર્ટ વેરિએન્ટ પર આધારિત છે. આ મેન્યુઅલ અને એએસટી બન્ને ઓપ્શનમાં છે. મેન્યુઅલ વર્જનની કિંમત 5.16 લાખ રૂપિયા છે. જ્યારે સ્પોર્ટ એએસટી વર્જનની કિંમત 5.74 લાખ રૂપિયા છે. આ ફોર સિલેંડર પેટ્રોલ એન્જિન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o5hBwE
via
IFTTT
No comments:
Post a Comment