

‘કૌન બનેગા કરોડપતિ’ શોની આ વખતે 11મી સીઝન ટેલિકાસ્ટ થઈ રહી છે. આ મહિને 11 ઓક્ટોબરના શોના હોસ્ટ અમિતાભ બચ્ચનનો બર્થડે પણ છે. આ દરમિયાન સેટ પર પેરાલંપિક ચેમ્પિયન દીપા મલિક અને માનસી જોશી પણ હાજર રહી. દીપા એક એથ્લિટ છે જેણે પેરાલંપિક ગેમ્સમાં પદક મેળવનારી પહેલી મહિલા છે. તેમજ માનસી એક પેરા-બેડમિંટન એથ્લિટ છે. આ એપિસોડ ટેલિકાસ્ટ થતા પહેલા જ મહાનાયકે શોના સેટ પર પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ પ્રસંગે તેમની સાથે ઉસ્તાદ અમજદ અલી ખાન પણ હતા. ઉલ્લેખનીય છે કે અમજદ સાહેબે બિગ બીને ‘હરિવંશ કલ્યાણ’ નામથી એક નવો રાગ પણ ડેડિકેટ કર્યો.
‘વૉર’ની 200 કરોડ ક્લબમાં થઈ એન્ટ્રી


દશેરાનો દિવસ હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યો. ફિલ્મે 7મા દિવસે ધમાકેદાર રીતે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. તેની સાથે જ એક અન્ય રેકોર્ડ પણ બનાવ્યો છે. ફિલ્મે 8 ઓક્ટોબર મંગળવારે 27 કરોડનું જોરદાર કલેક્શન કર્યુ. અત્યાર સુધીની કુલ કમાણી 207 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. હવે આ ફિલ્મ આ વર્ષે સૌથી ઓછા દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના એક ટ્વિટ મુજબ 7મા દિવસે જ 200 કરોડના ક્લબમાં સામેલ થનારી ફિલ્મ ‘વૉર’એ પોતાના આ રેકોર્ડથી ‘સંજૂ’, ‘સુલ્તાન’, ‘દંગલ’, ‘પીકે’ અને ‘બજરંગી ભાઇજાન’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
આ વર્ષની 5 હાઇએસ્ટ
ગ્રોસિંગ ફિલ્મ
1. કબીર સિંહ
2. ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક
3. વૉર - (કમાણી ચાલુ)
4. ભારત
5. મિશન મંગલ
(આંકડા 9 ઓક્ટોબર 2019 સુધી)
બોલિવૂડના મોટા ફિલ્મમેકર્સની સાઉથના માર્કેટ પર નજર
સિંગલ સ્ક્રીન પર ફોકસ કરવા બનાવી નવી સ્ટ્રેટજી
bollywood glamour
‘સૂર્યવંશી’ને સાઉથમાં હિટ કરાવવા મેકર્સ પ્રભાસ પાસે કેમિયો કરાવશે
ડેન્ગ્યુથી પીડિત ધર્મેન્દ્ર ત્રણ દિવસ પછી હોસ્પિટલથી ઘરે આવ્યા


દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર થોડા સમય પહેલા ડેંગ્યૂથી પીડિત હતા. હવે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે. તેમને મુંબઈના ખાર વિસ્તારમાં એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસોની સારવાર પછી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર છે. હવે ધર્મેન્દ્ર પોતાના દીકરા સની દેઓલ અને બોબી દેઓલ સાથે ઘરે આવ્યા છે. ધર્મેન્દ્ર જલ્દી જ હોસ્પિટલથી ઘરે જવા ઈચ્છતા હતા કારણ કે પોતાના સ્વભાવ મુજબ તેમને બીમારીમાં પડ્યા રહેવું પસંદ નથી. જોકે, પહેલા તે પોતાના ફાર્મહાઉસ જવા ઈચ્છતા હતા જ્યાં તે ઘણો સમય વિતાવે છે પરંતુ પરિવાર અને ડૉક્ટરે તેમને ઘરે જ આરામ કરવાની સલાહ આપી છે.
અમિત કર્ણ, મુંબઈ


અક્ષય કુમાર અત્યારે હૈદરાબાદમાં ‘સૂર્યવંશી’ના ક્લાઇમેક્સનું શૂટિંગ કરી રહ્યો છે. આ સ્પેશિયલ સિક્વન્સ માટે રણવીર સિંહ પહેલા જ હૈદરાબાદ રવાના થઈ ચૂક્યો છે. અજય દેવગણની પણ હાજરી રહેવાની છે. સૂત્રો મુજબ તો ફિલ્મમાં એક્ટર પ્રભાસનો પણ કેમિયો છે. સ્પેશિયલ સિક્વન્સનો ભાગ હોવાની સાથે-સાથે તે ફિલ્મને સાઉથના માર્કેટમાં પ્રમોટ કરવાનો પણ ફેસ બનશે. તેની કાસ્ટિંગ પાછળ મેકર્સનો ઇરાદો સાઉથના માર્ટેને ટેપ કરવાનો છે. તેની હાજરીથી પણ ફિલ્મ હિટ થઈ શકે છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર’ના સાઉથથી આવેલા કલેક્શને મેકર્સને ત્યાંના માર્કેટ માટે એનકરેજ કર્યુ છે. ખાસ કરીને આંધ્રપ્રદેશના માર્કેટમાં કારણ કે ત્યાં સિંગલ સ્ક્રીન્સની સંખ્યા એક હજારથી ઉપરની છે. ડબ વર્ઝનમાં ત્યાં હિન્દીની ફિલ્મો ધીમે-ધીમે પોતાની પકડ બનાવવા લાગી છે. ત્યાંના માર્કેટમાં શક્યતાઓ મહેસુસ થવાના કારણે સલમાન ખાન પણ પોતાની ફિલ્મ ‘દબંગ 3’ને સાઉથ ટેરેટરીમાં લઈ જઈ રહ્યો છે.
બ્લર થઈ રહી છે ભાષાની રેખા
શાહિદ કપૂરના કરિયરની સૌથી મોટી હિટ રહેલી ‘કબીર સિંહ’ને સાઉથના જ સંદીપ રેડ્ડીએ ડાયરેક્ટ કરી. અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પણ રાઘવ લોરેન્સ જ ડાયરેક્ટ કરી રહ્યા છે. ‘સાહો’માં શ્રદ્ધા કપૂરે તેલુગુ અને પ્રભાસે હિન્દીમાં ડાયલોગ બોલ્યા. ‘સઇ રા...’માં બિગ બીએ પણ સ્વયં પોતાના ડાયલોગ બોલ્યા.
‘લૂટકેસ’ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં, થિયેટર્સમાં જ રિલીઝ થશે


ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝે થોડા દિવસ પહેલા પોતાની અપકમિંગ ફિલ્મ ‘લૂટેકસ’ને થિયેટર્સમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો હતો. તે તેને સીધે ઓટીટી પ્લેટફોર્મ પર લાવવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ ફિલ્મને લઈને ચર્ચાઓ ઓછી થવાના કારણે આ પ્લાનને રદ્દ કરવામાં આવ્યો છે. હવે મેકર્સ એક વખત ફરી તેને થિયેટરમાં રિલીઝ કરવાનું મન બનાવી રહ્યા છે.
ટ્રેડ એક્સપર્ટ જણાવે છે...
 આ માત્ર સંયોગ નથી કે સાઉથની હિન્દી રિમેકને ત્યાંના ડાયરેક્ટર્સ દ્વારા નિર્દેશિત કરાવવામાં આવી રહી છે પરંતુ ત્યાંના એક્ટર્સને પણ હિન્દી ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ બોલિવૂડના કલાકાર પણ સાઉથમાં કામ કરી રહ્યા છે. જેમાં જેકી શ્રોફ, સોનૂ સૂદ, વિવેક ઓબેરોય, રવિ કિશન જેવા સ્ટાર્સ છે.
સાઉથમાં 2345થી 2680 સિંગલ સ્ક્રીન્સ
હાલમાં સલમાન ખાને ચિરંજીવી સાથે એક એડ પણ કરી છે. તે સાઉથમાં સિંગલ સ્ક્રીન્સની સંખ્યા જોતા ત્યાં ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો ભારતભરમાં 2400 મલ્ટિપ્લેક્સ સ્ક્રીન છે. સિંગલ સ્ક્રીન્સની સંખ્યા 6700 છે. તેમાંથી 2345થી 2680 સિંગલ સ્ક્રીન્સ માત્ર સાઉથની ટેરેટરીમાં છે. એવામાં કલેક્શનની દ્રષ્ટિએ સાઉથ બોલિવૂડ મેકર્સ માટે સારી જગ્યા છે.
સાઉથની રિમેક હિન્દી ફિલ્મો જે હિટ થઈ
તેલુગુ હિન્દી રિમેક કુલ કમાણી
અર્જુન રેડ્ડી કબીર સિંહ 278.24 કરોડ રૂપિયા
ટેમ્પર સિમ્બા 240.31 કરોડ રૂપિયા
કશાનમ બાગી 3 164.38 કરોડ રૂપિયા
કિક કિક 231.85 કરોડ રૂપિયા
વિક્રમાકુડૂ રાઉડી રાઠોર 133.25 કરોડ રૂપિયા
રાજકોટ, ગુરુવાર, 10 ઓક્ટોબર, 2019
સોન્ગ્સ ટીઝર આઉટ
‘મરજાવાં’


‘દિલબર... દિલબર’ અને ‘સાકી સાકી’ના પોપ્યુલર થયા પછી નોરા ફતેહીની ફિલ્મ ‘મરજાવાં’થી એક અન્ય ‘એક તો કમ જિંદગાની’ સોન્ગ રિલીઝ થવાનું છે. આ સોન્ગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં તેના જબરદસ્ત ડાન્સ સ્ટેપ્સ જોવા મળ્યા છે. નોરાએ તેનું ટીઝર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, ‘કરને હર દિલબર પે ફતેહ, આ રહી હૈ નોરા ફતેહી! ડાન્સ ફ્લોર પર આગ લગાને કે લિયે હો જાઓ તૈયાર.’ ઉલ્લેખનીય છે કે આ ગીત ફિરોઝ ખાનની ફિલ્મ ‘જાબાંજ’માં રેખા પર ફિલ્માવવામાં આવ્યું હતું. ગુરુવારે આ ગીત રિલીઝ કરવામાં આવશે.
‘બાયપાસ રોડ’


નીલ નિતિન મુકેશની અપકમિંગ ફિલ્મ ‘બાયપાસ રોડ’માં અનિલ કપૂરની ફિલ્મ ‘તેજાબ’નું હિટ સોન્ગ ‘સો ગયા યે જહાં’ને રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ નવા વર્ઝનને જુબિન નૌટિયાલે ગાયું છે. તેમાં નિતિન મુકેશનો પણ ખાસ યોગદાન છે. જેમણે ઓરિજિનલ ગીતમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. તેના રિપ્રાઇઝ્ડ વર્ઝન - ‘દર્દ કે લમ્હે’ને નીલ પર ફિલ્માવવામાં આવ્યું છે.
દિશા પટણી હવે પંજાબી યુવતીના રોલમાં દેખાશે


થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે એકતા કપૂરે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માટે દિશા પટણીને લોક કરી લીધી છે. આ ફિલ્મ એક વુમન સેન્ટ્રિક રોમેન્ટિંગ કોમેડી હશે. તેનું નિર્દેશન આશિમા છિબ્બર કરશે. જેણે આ પહેલા ‘મેરે ડેડ કી મારુતિ’નું નિર્દેશન કર્યુ હતું. ફિલ્મની કહાણી રાજ શાંડિલ્યએ લખી છે. દિશા આ ફિલ્મમાં એક પંજાબી યુવતીની ભૂમિકામાં છે. આ દરમિયાન દિશાએ પોતાની એક અન્ય અપકમિંગ ફિલ્મ ‘મલંગ’ પૂરી કરી લીધી છે. આ ફેબ્રુઆરી 2020માં રિલીઝ થઈ શકે છે.
|
15
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VpMMz0
via
IFTTT
No comments:
Post a Comment