ભારત મિસાઈલ સિસ્ટમ ખરીદવાના નિર્ણય પર અડગ, અમેરિકા અમારી જરૂરિયાત સમજશે તેવી આશાઃ જયશંકર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

ભારત મિસાઈલ સિસ્ટમ ખરીદવાના નિર્ણય પર અડગ, અમેરિકા અમારી જરૂરિયાત સમજશે તેવી આશાઃ જયશંકર

વોશિંગ્ટનઃ ભારતના રક્ષા મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું કે અમે(ભારત) રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદીશું. તેને લઈને ભારત સરકારે પાક્કો નિર્ણય કરી લીધો છે. આશા છે કે અમેરિકા અમારી જરૂરિયાતને સમજશે. અમે આ સંબધમાં અમેરિકા સાથે વાત કરી લીધી છે. સોમવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથેની બેઠક બાદ જયશંકરે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સ્વતંત્ર છે. કોઈ પણ દેશે તેમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ. અમે એ નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને એ જણાવે કે રશિયા પાસેથી શું ખરીદવું અને શું નહિ

.

જયશંકર તેમના 3 દિવસના એજન્ડાને લઈને વોશિંગ્ટનમાં છે. મંગળવારે તે અમેરિકાની થિન્ક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈનટરનેશનલ સ્ટીઝની સાથે ચર્ચામાં સામેલ થયા હતા. અહીં વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે શું ભારત મિસાઈલ સિસ્ટમ ડીલ પર અમેરિકાના પ્રતિબંધોને સ્વીકારવા તૈયાર છે ? તેની પર જયશંકરે કહ્યું કે ભારતે એસ-400 મિસાઈલ ખરીદવા માટે ડીલ કરી છે. આ અંગે અમે અમેરિકાની સરકાર સાથે ચર્ચા પણ કરી લીધી છે.

જયશંકરે કહ્યું કે મને આશા છે કે લોકો ખાસ કરીને અમેરિકા એ વાતને સમજે કે ભારત માટે શું જરૂરી છે. અમેરિકા કાટ્સા(કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવાઈઝરીઝ થ્રૂ સેંક્શન્સ એકટ) કાયદા અંતર્ગત રશિયા પાસેથી હથિયાર ખરીદનાર દેશો પર પ્રતિબંધ લગાવી શકે છે. આ કારણે ભારત પર રશિયા પાસેથી હથિયાર ખરીદવા બદલ પ્રતિબંધ લાગી શકે છે. તાજેતરમાં જ અમેરિકા એ તુર્કી પર એસ-400 સિસ્ટમ ખરીદવા માટે પ્રતિબંધ લગાવી દીધા હતા. સાથે જ એફ-35 ફાઈટર જેટની ડીલ રદ કરી હતી.

ગત વર્ષે ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં 19મીએ ભારત-રશિયાની દ્વિપક્ષીય વાર્ષિક બેઠક થઈ હતી. તેમાં ભારત અને રશિયાની વચ્ચે એસ-400 મિસાઈલ સિસ્ટમને લઈને 5.43 બિલિયન ડોલર(લગભગ 38 હજાર કરોડ રૂપિયા)ની ડીલ થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India firmly convinced of our need to buy India missile system: Jayashankar


from Divya Bhaskar https://ift.tt/2okyLGq
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here