પ્લાસ્ટિક બેગમાં વેચાણ કરતા વેપારીઓને દંડ કરી જપ્ત કર્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

પ્લાસ્ટિક બેગમાં વેચાણ કરતા વેપારીઓને દંડ કરી જપ્ત કર્યું

બરવાળા નગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સ્વચ્છતા જાગૃતિ રેલી,સ્વછતા સપથ તેમજ પ્લાસ્ટીકના ઝભલામાં વેપાર કરતા વેપારીઓને દંડ કરી પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો.

સ્વચ્છતા એજ સેવા અભિયાનના અંતર્ગત બુધવારના રોજ સવારના 9.30 કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.આ રેલી રોકડિયા હનુમાનજી થી મેઈન બજાર થઇ નગરપાલિકા કચેરી ખાતે પુર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા પ્રતાપસંગભાઈ બારડ પ્રમુખ ન.પા, રાજુભાઈ જાદવ ઉપ-પ્રમુખ, કમલેશભાઈ રાઠોડ, ભોલાભાઈ મોરી, દિલુભા ઝાલા, નટુભાઈ વાઘેલા, હિમતભાઇ મેર, ભાવસંગભાઇ તલસાણીયા, બળવંતસિંહ ગોહિલ, પોલીસ કર્મચારીઓ તેમજ ચૂંટાયેલા સદસ્યો આગેવાનો, હોદેદારો, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ સહીતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં સ્વચ્છતા અંગેના બેનર, “ સ્વચ્છતા ત્યાં પ્રભુતા “જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા કચેરી ખાતે ગાંધીજીની પ્રતિમાને ઉપસ્થિત આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિત ચુંટાયેલા સભ્યો, આગેવાનો, પોલીસ સ્ટાફ, નગરજનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેના સપથ લેવડાવવામાં આવ્યા હતા.શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકમાં વેપાર કરતા વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટીકની જપ્ત કરવામાં આવી હતી જેમાં તમામ વેપારીઓ પાસેથી 80 કી.ગ્રા.પ્લાસ્ટીક જપ્તી કરી રૂ.7200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - traders selling plastic bags were fined and seized 060549


from Divya Bhaskar https://ift.tt/2prdEm8
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here