જેતપુરમાં વેપારીને મરવા મજબુર કરનાર બે વ્યાજખોર જેલહવાલે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

જેતપુરમાં વેપારીને મરવા મજબુર કરનાર બે વ્યાજખોર જેલહવાલે

જેતપુરના દેશાઇ વાડી વિસ્તારમાં મોલ ધરાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના પિતાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજુર કરતા બંનેને જેલ હવાલે કરાયા છે. ધોરાજીમાં વેપારીના આપઘાત કેસમાં કેટલાક મોટા માથા પરદા પાછળ હોવાની વેપારીઓમાં ચર્ચા જાગી છે. અકે ઉદ્યોગપતિ અને એક રાજકારણીનું નામ વેપારીઆલમમાં ચર્ચાના એરણે ચડ્યું છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરાવશે તો ઘણું ઘણું બહાર આવવાની શક્યતા છે.

જેતપુરના દેસાઇ વાડી વિસ્તારમાં આવેલ તુલસી સુપર માર્કેટના માલીક સંજયભાઇ ચીમનભાઇ જાગાણી (ઉ.૩૬)એ પોતાના ધંધા રોજગાર માટે વ્યાજે લીધેલા રૂપિયાનું ચક્રવૃધ્ધી વ્યાજ ચડી જતાં વ્યાજખોરોની ધમકી વધતી જતી હતી. જેના કારણે મંગળવારે પીઠડિયા ટોલનાકા નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી મોતને વ્હાલું કરી લીધું હતું. મૃતકના પિતા ચીમનભાઇએ વિરપુર પોલીસમાં ચાર વ્યાજખોરો સામે અસહ્ય ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરી હતી.

જેમાં રાજુભાઇ લવજીભાઇ બાવીસા પાસેથી રૂ. ૧૬ લાખ, ભીખુ અદા ગેરેજવાળા પાસેથી ૧૭ લાખ, રાજુભાઇ મોતીભાઇ સોલંકી પાસેથી ૮ લાખ અને ચંદ્રસિંહ ઉર્ફે ગીરૂભા કેશરસિંહ હાડા પાસેથી ૧ર લાખ લીધા હતા. જેને લાંબા સમયથી વ્યાજ ચૂકવતો હતો પાછળથી પરિસ્થિતિ નબળી થતાં વ્યાજનું ચક્રવૃધ્ધી વ્યાજ ચડી ગયુ હતુ. પોલીસે આ અંગે ગુનો નોંધી ચાર પૈકી રાજુ સોલંકી અને ગીરૂભા હાડા (જીઇબી વાળા)ને ઝડપી લઇ બુધવારે બંન્નેને જેતપુર કોર્ટમાં પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજુર કરી બંનેને જેલ હવાલે કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં કેટલાક મોટામાથા સંડોવાયેલા હોવાની વેપારી આલમમાં ચર્ચા છે.

મૃતક સંજય જાગાણી

પોલીસે વ્યાજખોરીમાં ઝડપેલા બે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડ નામંજૂર થતા બન્નેને જેલહવાલે કરાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - two businessmen jailed in jetpur forcing a trader to die 062652
Div News - two businessmen jailed in jetpur forcing a trader to die 062652


from Divya Bhaskar https://ift.tt/2odq7tz
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here