સાવરકુંડલા યાર્ડમાં ખેડૂતોને બળદ ગાડામાં માલ લાવવા પર પ્રતિબંધ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

સાવરકુંડલા યાર્ડમાં ખેડૂતોને બળદ ગાડામાં માલ લાવવા પર પ્રતિબંધ


સાવરકુંડલા યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો બળદ ગાડામાં ખેત જણસો લઈ વેંચવા માટે આવે છે. અહી ભારે ટ્રાફિક પણ સર્જાય છે. ત્યારે યાર્ડ સતાવારાઓએ એક અજીબ નિર્ણય લઈ ખેડૂતોને યાર્ડમાં બળદ ગાડા લઈ માલ વેંચવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અઠવાડીયામાં માત્ર બે જ દિવસ ખેડૂતો બળદ ગાડા લઈ યાર્ડમાં આવી શકશે. આ મુદ્દે કીસાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલી, સાવરકુંડલા, રાજુલા વિગેરે યાર્ડમાં હાલ ખેત જણસોની ભારે આવક છે. ખાસ કરીને કપાસ અને મગફળીની વધુ આવક છે. મોટા ભાગના યાર્ડમાં આમતો ખેડૂતો ટ્રેકટર અને રીક્ષા જેવા વાહનોમાં માલ લાવે છે. ઘણા ખેડૂતો બળદ ગાડામાં પણ દુર દુરથી માલ લઈને વેંચવા માટે યાર્ડમાં પહોંચે છે. સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીમાં સૌથી વધુ બળદ ગાડામાં માલ આવે છે. ખેડૂતને આનાથી વાહન ભાડાની બચત જરૂર થાય છે. પરંતુ યાર્ડમાં સતત ટ્રાફિક જામના દર્શય સર્જાય છે. બળદ ગાડામાં માલ ઓછો આવે છે. અને જગ્યા વધુ રોકાઈ છે. ખેડૂતો ગાડા છોડાવી બળદને પણ યાર્ડના મેદાનમાં ઉભારાખી દે છે. જેના કારણે ખેડૂત ભાઈઓને પોતાના માલ યાર્ડમાં લાવવામાં અગવડતા પડે છે.

યાર્ડ સતાધીશોના આ મનસ્વી નિર્ણય સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહી મોટા ભાગના ખેડૂતો ટ્રેકટર , ટ્રક, મેટાડોર, બોલેરો કે સકડા જેવા વાહનોમાં માલ લાવી રહ્યા છે. પરંતુ બળદ ગાડામાં માલ લાવનારા ખેડૂતોની સમસ્યા વધી છે.

ખેડૂતોના હિતમાં જ આ નિર્ણય લેવાયો છે

આ નિર્ણય ખેડૂતોના હિતમાં જ લેવાયો છે. બળદ ગાડામાં જણસો વેંચનારા ખેડૂતો સવારે જ હરાજીમાં ભાગ લઈ જતા રહેશે. જ્યારે અન્ય વાહનોમાં ખેત જણસો લાવતા ખેડૂતો ને લાંબો સમય સુધી હેરાન થવું પડે છે. રમેશ રાદડીયા, સેક્રેટરી, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ

આમને સામને

જરૂર પડ્યે આંદોલન પણ કરવામાં આવશે

ગુજરાતના કોઈ યાર્ડમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. યાર્ડ સત્તાવારાઓનો આ નિર્ણય મનસ્વી છે. જો આ નિર્ણય બદલવામાં નહી આવે તો આગામી દિવસોમાં કીસાન સંઘ દ્વારા જરૂર પડ્યે આંદોલન પણ કરાશે. બિમલ કાછડીયા, કીસાન સંઘ પ્રમુખ, સાવરકુંડલા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - farmers banned from transporting goods in ox carts at savarkundla yard 062005


from Divya Bhaskar https://ift.tt/32ASSz6
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here