રણમાં ચારે તરફ પાણી: રણોત્સવમાં જવા માટે 10 કિમી લાંબો નવો રસ્તો શોધવો પડ્યો, 1000 લોકો બનાવી રહ્યા છે ટેન્ટ સિટી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 19, 2019

રણમાં ચારે તરફ પાણી: રણોત્સવમાં જવા માટે 10 કિમી લાંબો નવો રસ્તો શોધવો પડ્યો, 1000 લોકો બનાવી રહ્યા છે ટેન્ટ સિટી

ધોરડોથી તુષાર મહેશ્વરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા અેવા ખ્યાતનામ સ્લોગન સાથે જેનો પ્રચાર થયો અે કચ્છના રણમાં ચાલુ વર્ષે સારા ચોમાસાને કારણે પાણી ભરાઇ ગયા છે. રણોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ટેન્ટ સિટી ઉભું કરવાનો ધમધમાટ ચાલુ છે ત્યારે જેના કારણે સફેદ રણ વિખ્યાત છે અે નમક સરોવરના સ્થાને હાલમાં પાણી છવાયેલું છે અને તે પાણી નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઉતરશે અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સફેદી દેખાશે. પહેલી વખત અેવું થયું છે કે રણોત્સવ શરૂ થવાના સમયે જ રણમાં પાણી ભરાયેલા હોય. અલબત, દિવાળી માણવા અાવનારા પ્રવાસીઅો નિરાશ નહીં થાય, તેઅો નજીકમાં જ્યાં પાણી સુકાઇ ગયું છે અને મીઠું સપાટી પર અાવી ગયું છે ત્યાં સહેલગાહે જઇ શકશે. જે ધોરડોથી હાજીપીરના રસ્તે દસેક કિમીના દાયરામાં છે.

અત્યારે કચ્છના રણમાં 125 એકર જેટલી બંજર જમીન પર ટેન્ટસિટી ઉભું કરવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. ટેન્ટ સિટીમાં દિવાળી દરમિયાન પ્રવાસીઅોઅે બુકીંગ કરાવેલું છે. પ્રોજેક્ટ મેનેજર શત્રુંજ્ય શુકલા વિશ્વાસથી કહે છે કે ૨૮મી અોક્ટોબરથી અમે પ્રવાસીઅોને સત્કારવાનું શરૂ કરી દઈશું. 23 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. હાલમાં ૧૦૦૦ માણસો બે મહિનાથી ટેન્ટ સિટી ઉભું કરવાના કામે લાગેલા છે. તેની સાથે પુષ્કળ મશીનરી પણ કામ કરી રહી છે. ચાલુ વરસે ચોમાસું સારૂં હોવાને કારણે કામમાં ખુબ પરેશાની અાવી રહી છે છતાં બધું સમુસૂતરૂં પાર ઉતરી જવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રણોત્સવ શરૂ થયો ત્યારથી અહીં ...અનુસંધાના પાના નં.5

ડ્રાઇવીંગનું કામ કરતા હરેશ રાઠોડના કહેવા મુજબ અા વર્ષે સારા ચોમાસાને કારણે રણમાં પાણી ભરાયેલું છે. જેને અોસરતા હજુ થોડોક સમય લાગશે. ડિસેમ્બરની શરૂઅાતમાં રણમાં નમકની સફેદી છવાઇ જશે. ત્યાં સુધી નજીકના ઘડુલી-સાંતલપુર રોડ પર અાશરે દશેક કિમી દુર જે રણ છે ત્યાં લોકોને લઇ જવાશે. ત્યાં અત્યારે પણ સફેદી દેખાઇ રહી છે.

રણોત્સવને માણવા ગત વર્ષે ૩.૨૫ લાખ પ્રવાસીઅો પહોંચ્યા હતાં. જિલ્લા કલેકટર અોફિસમાંથી મળેલી વિગત મુજબ દર વરસે પ્રવાસીઅોની સંખ્યા વધતી જ જાય છે. અે પ્રમાણે સુવિધાઅો પણ વધારવામાં અાવે છે. રસ્તા પણ પહોળા કરવામાં અાવી રહ્યા છે. ટેન્ટ સિટીમાં પણ ટેન્ટની સંખ્યા વધારીને ૩૫૦ કરી દેવામાં અાવી છે.

125 એકર વિસ્તારમાં તૈયાર થઈ રહ્યા છે 350 ટેન્ટ, 2018માં 3.25 લાખ લોકો રણોત્સવમાં આવ્યા હતા, 28મીથી પ્રારંભ

વર્ષો બાદ રણમાં દિવાળીએ સફેદ મીઠાની ચાદરના બદલે પાણી : આ વખતે સુવિધામાં વધારો, રસ્તા પહોળા કરાયા

રણમાં જમા થયેલું ચોમાસાનું પાણી દિવાળી સુધીમાં સૂકાઇ જાય છે. અા વખતે પહેલીવાર રણમાં પાણી ભરાયેલા છે. ગત વર્ષે 3.25 લાખ પ્રવાસી આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કાર્યાલયના આંકડા પ્રમાણે દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધે છે. એટલે આ વખતે ટેન્ટની સંખ્યા વધારીને 350 કરાઈ છે.

આ વર્ષે રણોત્સવમાં ટેન્ટની સંખ્યા વધારીને 350 કરવામાં આવી છે.

પીએમ કક્ષાના VIP માટે બુલેટપ્રૂફ ટેન્ટ

ટેન્ટ સિટીમાં હાલ ૩૫૦ ટેન્ટ અાકાર લઇ રહ્યા છે. વિવિધ ક્લસ્ટરમાં ટેન્ટ સિટી વહેંચાયેલી છે. એક પીઅેમ-સીઅેમ ક્લસ્ટર છે. અહીંના ટેન્ટ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન કક્ષાના વીઆઇપી માટે રિઝર્વ છે. અા ક્લસ્ટરના અેક ટેન્ટને બુલેટપ્રૂફ બનાવાયો છે. લોખંડની જાડી પ્લેટ અા ટેન્ટની ચોતરફ લગાવવામાં અાવી છે. જેના વિઝન થકી રણોત્સવ સાકાર થયો છે અે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક વખત અહીં મહેમાનનવાજી માણી ચૂક્યા છે.

20-25 રિસોર્ટ ધમધમી ઊઠશે | રણોત્સવના પ્રવેશદ્વાર એવા ભીરંડીયારાથી રણ સુધી ટેેન્ટ સિટી ઉપરાંત ૨૦-૨૫ રિસોર્ટ અને હોમ સ્ટે પણ છે. મોટાભાગના રિસોર્ટ ભૂંગા શૈલીના છે. ગેટ વે ટૂ રણ રિસોર્ટનું પીપીપીના ધોરણે સંચાલન કરતા ધોરડોના સરપંચ મિયા હુસૈન કહે છે કે આ રિસોર્ટ્સ દ્વારા મોટી સંખ્યામાં સ્થાનિકોને રોજગાર મળે છે.

ભારે વરસાદના લીધે સફેદ રણનું પાણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઓસરી જશે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - water around in the desert a new 10 km long route has to be found to make the journey to renaissance creating 1000 people tent city 063050


from Divya Bhaskar https://ift.tt/2pCMjxm
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here