
કેશાેદના પંચાળા ગામે રહેતા ચીમન રામજીભાઇ માેકરિયા ઉ વ 15 કે જે ધાેરણ 10 માં અભ્યાસ કરતાે હતાે. રવીવારના દિવસે રજા હાેય તેથી બપાેરના સમયે ગામ નજીક સાંબલી નદીના કાંઠે ઠાેર ચરાવતાે હાેય અચાનક સાબલી નદીના પુલ પરથી પગ લપસી જતાં તરતાં ન આવડતું હાેય તેથી ડુંબી જતાં માેત નિપજ્યું હતું જાે કે ગામના લાેકાેને જાણ થતાં માેટી સંખ્યામાં ઘટના સ્થળે પહાેંચ્યા હતાંં જેમાંના તરવૈયાઓએ અડધી કલાક બાદ આ કિશાેરને પાણીમાંથી બહાર કાઢી ખાનગી વાહન મારફત કેશાેદ સરકારી હાેસ્પિટલ લઇ જવાયાે હતાે જયાં હાજર ડાેક્ટરે કિશાેરનું માેત થયાનું જણાવતા મૃતદેહને પાેસ્ટમાેર્ટમ માટે માેકલી દેવાયાે હતાે. આ કરુણ બનાવને પગલે બે દિકરાના માતા પિતા ભાંગી પડયા હતાં પરિવારજનો તેમજ ગ્રામજનાેમાં ઘેરા શાેકની લાગણી વ્યાપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31vJs6I
via
IFTTT
No comments:
Post a Comment