
ક 41 વર્ષ પહેલા તામિલનાડુના એક અજાણ્યા વિસ્તારમાં રહેનાર સફાઇકર્મી ધનલક્ષ્મીના ઘરે એક પુત્રનો જન્મ થયો.માતાએ તેને કાયમ પ્રેમ કર્યો, તેનું પોષણ કર્યું અને તેના માટે પણ તે તેના મોટા ભાઇની માફક એક મોટો માણસ બને તેવું સપનું જોયું કે તે પણ વૃદ્ધાવસ્થામાં તેના સે્વા કરશે, પણ દરેકની જિંદગીમાં ભાગ્ય પોતાની રીતે જ બદલાતું હોય છે.પરિસ્થિતિએ તેને પોતાના બીજા પુત્રને ડેનમાર્કના એક દંપતિને દત્તક આપવા માટે મજબૂર કરી જેથી તેની જિંદગી એક સફાઇકર્મીના ઘરમાં ખરાબ ન થય. આ રીતે એ નવજાત ડિવેડ સાંતાકુમાર માત્ર બે વર્ષની વયે ડેવિડ નીલ્સન બની ગયો. હવે તે ડેનમાર્કની રાજધાની કોપહેગનના દક્ષિણમાં બે કલાકના અંતરે એક નાના ગામડા હોલબીમાં મોટો થવા લાગ્યો. તેને દત્તક લેનાર પાલક બહુ સારા સ્વભાવના હતા અને તેમણેે બાળકના વિતેલા સમય સાથેની કોઇ વાત તેનાથી છુપાવી નહીં. આ બાળક અને તેના પાલક માતા-પિતાને આ વાતની સહેજ પણ જાણકારી ન હતી કે ડેવિડના મોટા ભાઇ રાજનને પણ દત્તક આપી દેવાયો છે અને તે પણ ડેનમાર્કમાં જ રહે છે. ડેવિડની જિંદગીમાં એક દિવસ એવો પણ નહીં વિત્યો હોય , જ્યાં તેના વિદેશી માતા-પિતાએ ભારતને લઇ વાત ન કરી હોય.ડેનમાર્કમાં એક ફેક્ટ્રીમાં કામ કરનાર તેના પિતાનું 2005માં નિધન થયું. તેના માતા એક પોસ્ટ ઓફિસમાં કામ કરતી હતી.ડેવિડ માટે ગામડાની જિંદગી જ સર્વસ્વ હતી, કારણ કે તેના માતા-પિતા સાધારણ નોકરી કરતાં હતા અને કોઇ એવા સુપર પેરેન્ટ્સ હતા નહીં. ડેવિડ1999માં કોપનહેગન ગયો. ત્યાં તેણે કોપનહેગન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને એક બેન્કમાં બ્રાંડ ટ્રેડરનું કામ કરીને આજીવિકા ચલાવતો. 2013મા તેણે સ્ટીન નામની એક છોકરી સાથે લગ્ન કર્યા, જે ડેનમાર્કમાં શિક્ષા મંત્રાલયમાં એક સલાહકાર તરીકે કામ કરતી હતી, અને આજે તેમને 3 વર્ષના બે ટ્વિન પુત્ર કેજ અને સોફસ છે. દરમિયાન પોતાના મૂળ શોધવાનું શરૂ કર્યું અ્નેએ શોધ તેને પોતાના મોટા ભાઇ રાજન સુધી લઇ ગઇ જે હવે માર્ટિન મેન્યુએલ રેસમ્યૂસેનના નામથી ઓળખાય છે. ફેબ્રુ. 2013માં ભારતની પોતાના પ્રથમ યાત્રા ડેવિડ માટે તેના મૂળિયા તરફ પાછા ફરવા જેવી રહી અને તે પોતાના જન્મદાતા માતા-પિતાની શોધમાં લાગી ગયો. આ શુક્રવારે પોતાના મિત્રો, વકીલો, મીડિયા,ટેકનોલોજી અને બાળ અધિકાર કાર્યકર્તા અરૂણ ધોલે તેમજ અંજલી પવારની મદદથી વિતેલા છ વર્ષની મહેનત બાદ પોતાની 68 વર્ષની માતાને મળવામાં સફળ થયો,પણ મુલાકાત રૂબરુ નહોઇ એક વીડિયો કોલના રૂપે થઇ. પુત્રને જોઇને માતા ધનલક્ષ્મી સુધબુધ કોઇ બેસી અને ડેવિડ રડી પડ્યો. બન્ને તરફથી લાગણીનો ધોધ તૂટી પડ્યો. આ ડેવિડ માટે લાગણીઓનો મિશ્ર અનુભવ હતો. ડેવિડને જોઇ ધનલક્ષ્મીએ ઇચ્છા વ્યક્ત કરી કે તેના પૂરા પરિવારને મળવા માંગે છે. ડેવિડ જલદી જ ચેન્નઇમાં હશે પણ તે દુભાષિયા વગર પોતાની માતાની વાત સમજી નહીં શકે પણ તેનાથી કોઇ ફરક પડતો નતી.
ફંડાએ છે કે લાગણીઓ પર સમય અને ભાષાના ફેરનો કોઇ અંકુશ હોતો નથી કારણ કે ‘છેવટે પોતાના તો પોતાના જ હોય છે’.
ઠી
મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર
મેનેજમેન્ટ ફંડા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BnSOqI
via
IFTTT
No comments:
Post a Comment