
રે દેશના કરોડો લોકો સાંપ્રદાયિક આધારે કોઈ મુદ્દે વિભાજિત ન હોય પણ ઘાતક હદ સુધી ભાવનાત્મક થઈ ચૂક્યા હોય એવામાં સેંકડો વર્ષથી વિવાદિત અયોધ્યા વિવાદ પર ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની સફળતા શુભેચ્છાને લાયક છે. જ્યારે સુપ્રીમ માટે પણ ચુકાદો આપવું સરળ નથી. આ ચુકાદાની અસર વર્તમાન જ નહીં દેશનના ભવિષ્ય પર પણ થશે અને દુનિયામાં આ ચુકાદા અને તેની ગુણવત્તાની ચર્ચા દાયકાઓ સુધી રહેશે. કોર્ટ સામે સવાલ એ છે કે સેંકડો વર્ષ પહેલા થયેલી ભૂલો(જો તે ભૂલ છે) ને શું આજે તેને સુધારી શકાય છે? કોર્ટમાં સુનાવણીના ઠીક છેલ્લા દિવસે સમિતિ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલ સમાધાન દસ્તાવેજ જેમાં બીજા પક્ષની મુખ્ય પાર્ટી અને જમીનની માલિકી હકના દાવેદર સુન્ની વક્ફ બોર્ડ- પોતાનો દાવો છોડવા રાજી છે, પણ તેની અમુક શરતો છે જેમાં મુખ્ય છે : નરસિંહ રાવના શાસનકાળમાં મંજૂર પૂજા સ્થળો(વિશેષ જોગવાઈ) એક્ટ 1991નું અક્ષરશ: પાલન. તેનો મતલબ હિન્દુ સંગઠન જે બે અન્ય મુખ્ય સ્થળો-મથુરા અને કાશી-માં મંદિરનો દાવો કરે છે તે ખતમ કરવો. બીજી અે કે અન્ય મસ્જિદોને બાંધકામ શરૂ કરવાની મંજૂરી આપવી. તેનો અર્થ એવો પણ હોઈ શકે કે ઉપરોક્ત બંને વિવાદિત સ્થળોમાં યથાસ્થિતિ સાથે છેડછાડ જે નવા સાંપ્રદાયિક તણાવને જન્મ આપી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદ આ સમજૂતી પર રાજી નથી. સુન્ની વક્ફ બોર્ડના આ સમજૂતીવાળા વલણથી મોટા હિન્દુ વર્ગમાં ખુશીની લહેર છે અને મુસ્લિમો માટે કૃતજ્ઞતા પણ. દુનિયામાં પણ તેનાથી સારો મેસેજ ગયો છે પણ કોર્ટની સમસ્યા એ છે કે ભવિષ્યમાં કોઈ એક કે બીજો વર્ગ અન્ય વિવાદિત સ્થળોનો મામલો ના ઊઠાવે, તે આવો ચુકાદો ન આપી શકે. એટલા માટે આ સમજૂતી પર તે મોહર મારે તેની શક્યતા ઓછી જ છે પણ એટલું જરૂર બની શકે કે ચુકાદામાં આ સમજૂતીની મૂળ ભાવનાને સામેલ કરે ખાસ કરીને એ અંશમાં જે ઓબિટર ડિક્ટા(ચુકાદો આપવાનું ઔચિત્ય) કહેવાય છે. ત્રીજી સમસ્યા કોર્ટની એ હશે કે જો સમિતિને વક્ફ બોર્ડની અમુક શરતોને વધુ ફ્લેક્સિબલ બનાવવા માટે વધુ સમય આપવા પણ માગે તો તે હવે શક્ય નથી કેમ કે જો આ સફળ નહીં થાય તો સુનાવણી કરી રહેલી બેન્ચના પાંચ જજોમાંથી એક મુખ્ય જજ, નિવૃત થઈ ચૂક્યા હશે અને સંપૂર્ણ સુનાવણી ફરીથી શરૂ કરવી પડશે.
જ્યા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VRC18J
via
IFTTT
No comments:
Post a Comment