અમદાવાદના છેવાડાના વાંચ ગામમાં ફટાકડાની 15 ફેક્ટરી, તમામમાં હાથથી ફટાકડા બને છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

અમદાવાદના છેવાડાના વાંચ ગામમાં ફટાકડાની 15 ફેક્ટરી, તમામમાં હાથથી ફટાકડા બને છે

રિંગ રોડ પર આવેલા વાંચ ગામમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીની મુલાકાત લીધી તો ખબર પડી કે દોઢથી બે વીઘાના ખેતર ફરતે બાવળના કાંટાની વાડ છે. અહીં જોયું કે, 35 માણસ રોજ સવારે 10થી સાંજે 6 સુધી ફટાકડા બનાવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, કાન ફાડી નાખે તેવો અવાજ કરતાં મિરચી અને 555 બોમ્બ બનાવવા માટે માત્ર 1 ગ્રામ જ્યારે કોઠી બનાવવા માટે માત્ર 2 ગ્રામ દારૂગોળાની જરૂર પડે છે. કારિગરો અહીં 8 કલાકમાં 15 કિલો દારૂગોળામાંથી મિરચી, 555, કલર કોઠી, સાદી કોઠીના 1 હજાર બોક્સ તૈયાર કરે છે.

દારૂગોળો બનાવવા માટેની કામગીરી સતત 15 વર્ષથી અમીર પઠાણ નામનો યુવક કરે છે. દારૂગોળો ચાળવાથી માંડીને તેને પેક કરવા, સ્ટીકર લગાવવા અને બોક્સ તૈયાર કરવા સુધીની કામગીરી ફેકટરીમાં 35 માણસો વચ્ચે વહેંચી દેવામાં આવી છે. છ મહિના સુધી અહીં ફટાકડા બનાવવામાં આવે છે. વાંચ ગામની આસપાસના ગામોમાં રહેતા લોકો જ અહીં ફટાકડા બનાવવા આવે છે. રોજિંદા ઓર્ડર મુજબ જ ફટાકડા બનાવવામાં આવે છે. ફેકટરીના માલિક નદીમ કાથમભાઈ બાગબાને ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોજ સવારે દરેક ફટાકડાનું ટેસ્ટિંગ જાતે જ કરવામાં આવે છે. અમે જે ફટાકડા બનાવીએ છીએ તેમાં મશીનનો ઉપયોગ થતો નથી જેના કારણે કારીગરોએ હાથથી બનાવેલા ફટાકડા યોગ્ય છે કે નહીં તે માટે રોજ ટેસ્ટિંગ થાય છે.

કોઠીના દસ નંગ, મીરચીના દસ નંગ એમ તમામ ફટાકડાના દસ-દસ નંગનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેનો ઓર્ડર ડિસ્પેચ કરવામાં આવે છે. જે ફટાકડા પ્રોપર ફૂટે નહીં તેને પાણીમાં નાખીને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે. અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરત ફટાકડા મોકલવામાં આવે છે. છેલ્લી પાંચ પેઢીથી અમે ફટાકડા બનાવીએ છીએ. વાંચ ગામમાં આ પ્રકારની 15 ફટાકડા બનાવવાની ફેકટરી છે. જે પણ ફટાકડાનું અમે વેચાણ કરીએ છે ત્યારે જ 90 ટકા ગેરંટી આપીએ છીએ. કારીગરો હાથેથી ફટાકડા બનાવતા હોવાના કારણે 100 ટકા ફટાકડાની ગેરંટી આપતા નથી.

ફટાકડાની ફેક્ટરીથી લાઇવ રિપોર્ટ

ટેસ્ટિંગ ફટાકડા હાથથી બનેલા હોવાથી દરેક બોક્સમાંથી 10 નંગ ફોડી ચકાસાય છે

કાન ફાડી નાખતા મિરચી બોંબમાં માત્ર 1, કોઠીમાં 2 જ ગ્રામ દારૂગોળો હોય છે

અમીર પઠાણે કહ્યું, 15 વર્ષથી હું દારૂગોળો ચાળું છુ, છતાં કોઈ તકલીફ થઈ નથી

બધાને કામ વહેંચી દેવાય છે વાંચ ગામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં દરેક કામગીરી 35 વ્યકિત વચ્ચે વહેંચી દેવાઈ છે. એક વ્યકિત દારૂગોળો ચાળે છે, 7-7ના ગ્રૂપમાં અન્ય વ્યક્તિ દારૂગોળો ભરવા સહિત પેકિંગની કામગીરી કરે છે.

પરિણામ ફટાકડો બરાબર અવાજ ન કરે તો આખું બોક્સ પાણીમાં નાખી નષ્ટ કરાય છે

વરસાદના કારણે 50 ટકા ઉત્પાદન ઓછું થયંુ

દર વર્ષ કરતા આ વર્ષે ફટાકડાનું પ્રોડકશન ઓછું થયું છે. ફેકટરી માલિક નદીમ બાગબાને કહ્યું કે, વરસાદના કારણે આ વર્ષે ફટાકડાનું ઉત્પાદન 50 ટકા જેટલું ઓછું થયુ છે. આ ઉપરાંત 18 ટકા જીએસટી અને મંદીની પણ વત્તીઓછી અસર અમારા ધંધા પર વર્તાઈ છે. જયારે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીના ભાવમાં પણ અંદાજે 30 ટકા જેટલો વધારો થયો છે. પંજાબ અને મુંબઈથી ફટાકડાનુ મટીરીયલ્સ મંગાવવામાં આવે છે.

ફાયર સેફ્ટીનાં સાધનો સાથે ફટાકડા બને છે

થોડા વર્ષો પહેલા એક ફેકટરીમાં આગની ઘટના બની હતી તે પછીથી દરેક ફેકટરીમાં ફાયર સેફટીનું પૂરતુ ધ્યાન અપાય છે. એક ફેકટરીમાં 50 લીટરની પાણીની ટાંકી ઉપરાંત 11 એકિસ્ગ્યૂંશર, 20 પાણીની ડોલ અને 20 જેટલી રેતીની ડોલ ભરી રાખવામાં આવે છે. જેથી આગના સંજોગોમાં તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 15 fireworks factory in ahmedabad39s reading village all have handmade fireworks 063614
Div News - 15 fireworks factory in ahmedabad39s reading village all have handmade fireworks 063614
Div News - 15 fireworks factory in ahmedabad39s reading village all have handmade fireworks 063614
Div News - 15 fireworks factory in ahmedabad39s reading village all have handmade fireworks 063614
Div News - 15 fireworks factory in ahmedabad39s reading village all have handmade fireworks 063614


from Divya Bhaskar https://ift.tt/2VQSZnB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here