
સ્ટેચ્યુ ઓફ યુનિટીને 31 ઓક્ટોમ્બરનાં રોજ 1 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમમાં વડાપ્રધાન આવવાના હોય તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજય સરકારે ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી નર્મદા જિલ્લામાં દેશના IAS, IPS, IRS અને IPS અધિકારીઓની તાલીમના ભાગ રૂપે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી ગામડાઓમાં નિવાસ કરાવાના છે. જેનો રિપોર્ટ લઈ 31 ઓક્ટોમ્બરનાં રોજ કેવડિયા ખાતે પ્રધાનમંત્રી આવશે ત્યારે અહેવાલ રજૂ કરી જરૂરી ચર્ચા કરશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે સરદાર પટેલ પ્રાણી સંગ્રહાલય પાર્ટ-1, ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, ક્રેક્ટ્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન સહિતના 30 જેટલા પ્રવાસીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આગામી 31 મીના રોજ પ્રધાનમંત્રી મોદી યુનિટી ખાતે જાહેર સભાને સંબોધન કરશે. 25 ઓક્ટોમ્બરનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊપમુખ્યમંત્રી નિતિન પટેલ કેવડિયાની મુલાકાત લેશે. હાલ કેવડિયા કોલોનીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાતે એક વર્ષ દરમિયાન લાખો લોકો ઊમટી પડ્યા હતા અને સ્ટેચ્યુ સહિત આસપાસના અનેકવિધ આકર્ષણોનો નજારો માણ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટિને 31મીએ એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે ફરી એકવાર મોદીની હાજરીમાં દમામદાર સમારોહ યોજાનાર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31iYH2U
via
IFTTT
No comments:
Post a Comment