પીજીવીસીએલ કંપનીમાં કામ કરતા ટેક્નિકલ કર્મચારીઓનો વીજ અકસ્માતોથી ભોગ લેવાઈ રહ્યો છે અને કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધારે છે. ત્યારે નવા સ્ટાફની ભરતી કરવા માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
રાજકોટ પીજીવીસીએલ કચેરીના એમ.ડી.ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ મહિનામાં જ પીજીવીસીઅેલ કંપનીમાં અનેક વીજ અકસ્માતોમાં ટેક્નિકલ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે ફક્ત અતિશય કામગીરીનો બોજ, અપૂરતા અને ઓછો ટેક્નિકલ સ્ટાફ, વધી ગયેલા ગીચ નેટવર્ક, રિટર્ન પાવર, જેજીવાય અને એજી ફીડરમાં રહેલ ક્રોસિંગ અને સ્થાનિક લેવલ ઉપર જલ્દી પાવર ચાલુ કરવાની સૂચનાઓ, કોઈ અન્ય સાથી કર્મચારીઓ વગર કામગીરી કરતા હોવાના કારણે થવા પામેલ છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અવારનવાર મેનેજમેન્ટને લેખિત રજૂઆત અને મિટિંગમાં ચર્ચા થયેલ છે, અને વરસો જૂના સ્ટાફ સેટઅપની સામે હાલના સમયમાં ખૂબ વધી ગયેલા કાર્યબોજને ધ્યાને લઇ જીએસઓ 4 માપદંડ મુજબ તમામ સબ ડિવિઝનમાં ખૂટતો સ્ટાફ ભરવા જણાવ્યું છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની ઉપરોક્ત સાચી હકીકતોને ધ્યાને લઇ ફિલ્ડમાં અપૂરતા સ્ટાફની ખૂટતી જગ્યાઓ મંજૂર કરી તાત્કાલિક ભરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે. ટેક્નિકલ સ્ટાફ રાત દિવસ, ટાઢ, તાપ,તડકો અને સમયની ચિંતા કર્યા વગર કામગીરી કરે છે. અપૂરતા સ્ટાફને કારણે કર્મચારીઓ પોતાના પરિવાર સાથે કોઈ તહેવાર પણ ઉજવી નથી શકતા ત્યારે સ્ટાફની ભરતી કરવા અંતમાં જણાવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2J1LGo9
via IFTTT
No comments:
Post a Comment