રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત માટે વિકાસ કમિશનરે 24મીએ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત માટે વિકાસ કમિશનરે 24મીએ


રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત માટે વિકાસ કમિશનરે 24મીએ ખાસ સામાન્ય સભા બોલાવવા માટે આદેશ કર્યો છે. જેને હવે 7 દિવસ વધ્યા છે આ કારણે અર્જુન ખાટરિયા પોતાના જૂથ અને દરખાસ્તમાં સહી કરનારા 24 સભ્ય પૈકી 4ને પોતાની તરફ જ રાખવા માટે ફરી અજ્ઞાતવાસમાં મોકલવા તૈયારી આરંભી છે અને આ માટે બેઠક મળવાની છે.

જિલ્લા પંચાયતમાં પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી સત્તા પલટા માટે એક તૃતીયાંશ સભ્યોનો મત લેવો ફરજિયાત છે. આ માટે ભાજપે દરખાસ્ત પર 24 સભ્યની સહી લઇ લીધી છે અને આ તમામ પ્રમુખ વિરુદ્ધ મત આપે એટલે સત્તાપલટો થઇ જાય, પણ 24 પૈકી 4 સભ્ય ફરી કોંગ્રેસના કેમ્પમાં ગયા છે. જેથી સામાન્ય સભામાં આ સભ્યો કઇ તરફ ઝૂકે તે નક્કી નથી. સામાન્ય સભા બોલાવવાની પ્રમુખે નોંધ મૂકતા ખાટરિયા જૂથના સભ્યોને સહેલગાહે મોકલ્યા હતા જેમાં અમુક સહી કરનારા સભ્યો પણ સામેલ હતા. નોંધ માન્ય ન રહેતા સભ્યો પરત ફર્યા છે, પણ હવે નવેસરથી એજન્ડા આવતા 4 સભ્ય પર વધુ દબાણ આવી શકે છે તેમજ આ સભ્યો ફરી ભાજપના કેમ્પમાં જાય તો સત્તા પલટો સરળતાથી શક્ય થશે. ખાટરિયા પોતાનું જૂથ અને આ ચાર સભ્યને સાથે રાખે તો સત્તા જાળવી શકે છે. આ કારણે ફરી ખાટરિયા જૂથના સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલવા પ્રયાસ કરાશે અને તે માટે બે દિવસમાં બેઠક પણ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35KOnnR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here