સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રીનાં જ્યોતપૂજન, મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવકૃપા પ્રાપ્તકરી ધન્ય બન્યા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ માસિક શિવરાત્રી પરંપરા અંતર્ગત શનિવારે સોમનાથ મંદિર ખાતે રાત્રે જ્યોત પૂજન દાતા વેજાણંદભાઇ વાળા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ. જેમાં તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયેલ હતા. સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે વિશેષ મહાપૂજા તેમજ 12-00 કલાકે મહાઆરતીનો લાભ લઇ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ દિવાળી ઉત્સવની ઉજવણી જ્યારે દેશભરમાં ચાલી રહેલ છે. ત્યારે સોમનાથ મહાદેવના મંદિરના નૃત્યમંડપ ખાતે વિશેષ દિપમાલા તેમજ રંગોળી કરવામાં આવી હતી. તસ્વીર - રાજેશ ભજગોતર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pSdapr
via IFTTT
No comments:
Post a Comment