‘વોર’ બોલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

‘વોર’ બોલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની

નોન બોલિવૂડ ‘એવેન્જર’ અને ‘બાહુબલી’ છે આના કરતા ઉપર

trendsetter...

ઋતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર વોરને બોક્સ ઓફિસમાં ધમાકેદાર ઓપનિંગ મળી છે. ફિલ્મે પહેલા દિવસે 53.35 કરોડની કમાણી કરી. આ સાથે જ આ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર હિંદી ફિલ્મ બની ગઇ છે. આ પહેલા આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ટારર ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ટોપ પર હતી. જેણે પ્રથમ દિવસે 52.25 કરોડ ( બધા વર્ઝન ) રૂપિયાની કમાણી કરી હતી. 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મ નેશનલ હોલીડે પર સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મ બની ગઇ છે. આ હિંદી વર્ઝને જ્યાં 51.6 કરોડનું કલેક્શન કર્યું તો તમિલ અને તેલુગુ વર્ઝને મળીને 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એડવાન્સ બુકિંગમાં પણ રચ્યો ઇતિહાસ

‘વોર’એ એડવાન્સ બુકિંગ દ્વારા કમાણીના મામલામાં પણ ઇતિહાસ રચ્યો છે. આ પહેલી તક છે જ્યારે કોઇ હિન્દી ફિલ્મના રિલીઝથી પહેલા જ એડવાન્સ બુકિંગ દ્વારા 30 કરોડથી વધારે કમાણી કરી છે. જો કે બીજી ભાષાઓની ફિલ્મોને સામેલ કરવામાં આવે તો ‘વોર’ ત્રીજા સ્થાને આવે છે.

ઋતિક-ટાઇગરને લઇને ક્યુરિયોસિટી હતી

 ફિલ્મનું પ્રમોશન ભલે જ મોટા સ્તરે ન થયું પણ ટ્રેલર પછી આ ફિલ્મને હાઇપ મળવામાં સફળતા મળી હતી. ગાંધી જયંતિની રજા પણ હતી અને ઋતિક ટાઇગર પહેલી વાર સ્ક્રીન શેર કરી રહ્યા હતા. આવામાં તે પણ એક ક્યુરોસિટી ફેક્ટર હતું. - તરણ આદર્શ

51.60

1.75

4000

આ રેકોર્ડ્સ પણ કર્યા

પોતાને નામ

130682 ઓસ્ટ્રેલિયન ડોલરની કમાણી કરીને આ ફિલ્મ ઓસ્ટ્રેલિયાની પણ હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મ બની ગઇ છે.

ટાઇગર - ઋતિકના કરિયર અને યશરાજ બેનરની સૌથી મોટી ઓપનર ફિલ્મ છે.

કુલ 5350 ( ઇન્ડિયામાં 4000 અને ઓવરસીઝમાં 1350) સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે આ ફિલ્મ જો કે પોતાનામાં એક રેકોર્ડ છે.

‘ભારત’ને પાછળ છોડીને 2019ની પણ સૌથી મોટી ઓપનર હતી.

રિલીઝની પહેલા એડવાન્સ બુકિંગ

1 એવેન્જર્સ એન્ડ ગેમ ( 2019)

49.62 કરોડ રૂપિયા

2 બાહુબલી : ધ કન્કલુઝન 2017

37.53 કરોડ રૂપિયા

3 વોર 2019

32 કરોડ રૂપિયા

4 એવેન્જર્સ : ઇન્ફિનીટી વોર 2018

29.14 કરોડ રૂપિયા

કરોડની કમાણી કરી છે ફિલ્મના હિંદી વર્ઝને

કરોડની કમાણી તમિલ- તેલુગુ વર્ઝનમાં

સ્ક્રીન્સ પર

થઇ રિલીઝ

આ છે મોટા ઓપનિંગના કારણો

ઋતિક અને ટાઇગરની ઇમેજ હોલિવૂડ હીરો જેવી છે.

જે લોકેશન પર ફિલ્મ શૂટ થઇ તેણે પણ ફિલ્મને સુંદર બનાવી

ફિલ્મમાં આતંક અને મિડલ ઇસ્ટને સુંદર દેખાડ્યા છે. આવામાં રેગ્યુલર વેબ શો જોવાવાળા લોકોને પણ એક ક્વોલિટી અને પોટેન્શિયલ ફિલ્મ જોવા મળશે.

આટલી મોટી ઓપનિંગ ફિલ્મ જોઇ નથી

 અમારે બંને સિનેમાઘર 1000-1000 સીટર છે. પહેલા ત્રણ દિવસોમાં બંને હાઉસફુલ છે. 2 ઓક્ટોબરે તો ત્રણે શો હાઉસફુલ છે. આ ફિલ્મ 300 થી 400 કરોડ સુધી જશે. આટલી મોટી ઓપનર તો મેં પણ જોઇ નથી. - મનોજ દેસાઇ, મલ્ટિપ્લેક્સ ઓનર

પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મો

વોર- 53.35 કરોડ

1

ઠગ્સ ઓફ - 50.75 કરોડ

2

હેપી ન્યુ યર - 44.97 કરોડ

3

આ કમાણી પછી પણ ફિલ્મ ‘બાહુબલી 2’થી પાછળ છે. જાણો કેમ

125 કરોડ હતી આ ફર્સ્ટ ડેની કમાણી, જેમાં 41 કરોડ હિંદીથી, 58 કરોડ તેલુગુ અને 26 કરોડ તમિલ-મલયાલમથી કમાણી કરી હતી.

ભારત - 42.30 કરોડ

4

બાહુબલી : કન્ક્લુઝન (હિન્દી વર્ઝન) 41 કરોડ

5



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 39war39 became bollywood39s biggest opener film 063138
Div News - 39war39 became bollywood39s biggest opener film 063138


from Divya Bhaskar https://ift.tt/2neDM2T
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here