દુષ્કાળ ગાળવા આવેલા કચ્છી પટેલોએ હળવદમાં ક્રાંતિ સર્જી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

દુષ્કાળ ગાળવા આવેલા કચ્છી પટેલોએ હળવદમાં ક્રાંતિ સર્જી


કચ્છીમાડુ વિશે એવુ કહેવાય કે માત્ર દોરી અને લોટો લઇને આવ્યા હોય પણ ખમીર, ખુમારી અને મહેનત કરીને પરસેવો પાડનાર અહીંયાના લોકો આપ બળે સૌનો પ્રેમ જીતીને આગવુ સ્થાન મેળવી લે છે. કચ્છી પટેલોએ હળવદમાં આવીને આ વાતને સાચી કરી બતાવી છે. 1987ના વર્ષના દુષ્કાળમાં નખત્રાણાથી 40 જેટલા પરિવાર હળવદમાં આવીને વસ્યા હતા. અહીંયાની બંજર જમીનને ખેડીને ફળદ્રુપ તો બનાવી પરંતુ સાથે સાથે અશકય કહી શકાય તેવા પાકોનું વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવી કૃષીના ક્ષેત્રમાં ક્રાંતી સર્જી દીધી છે.

હળવદની કસદાર જમીનમાં ખેડુતો પરંપરાગત કપાસ, તલ, મગફળી, જાર, બાજરી અને શાકભાજીની ખેતી કરીને કમાણી કરતા હતા. હળવદ પંથકના ખેડુતો બાવડાના જોરે ખેતી કરવા માટે જાણીતા હતા. પરંતુ 1987ના વર્ષમાં કચ્છમાં દુષ્કાળ પડયો હતો. દુષ્કાના કપરા દિવસો કાપવા માટે નખત્રાણાના નારાયણબાપા અને જેઠાભાઇ પટેલના કુટુબના 40 પરિવાર હળવદમાં આવીને લાટીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારબાદ 1982માં શાંતીલાલ પટેલ અને મગનલાલ પટેલ એમ બે ભાઇઓ પણ હળવદ આવ્યા અને સૌપ્રથમ રણજીતગઢ ગામની સીમમાં જમીનની ખરીદી કરી હતી. પરંતુ અહીંયા મગફળીનો પાક નિષ્ફળ જવાના ડરથી તે જમીન વેચીને દિઘડીયા ગામમાં પંચાસરી વાડી વિસ્તારની બંજર જમીનની ખરીદી કરીને ત્યા ખેતીનું કામ શરૂ કર્યુ. રાત દિવસની મહેનત અને કોઠાસુઝથી ખેતી કરતા કચ્છી પટેલે પરંપરાગત પાકની સાથે વાવેતરમાં અવનવા પ્રયોગો કરવાની પણ શરૂઆત કરી હતી. જેમાં ધીરેધીરે પાકમાં બદલાવ લાવીને આજે કાજુ, કેશર કેરી, તાઇવાનના તરબુચ, કેપ્સીકમ મરચા, પપૈયા, દાડમની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવીને ખૂબ સારી કમાણી કરી. દર વર્ષે કાઇક નવુ કરવાના સ્વભાવવાળા કચ્છી પટેલોએ અવનવી ખેતી કરીને રાજયમાં ડંકો વગાડયો અને આથી જ અનેક ખેડૂતોને રાજય સરકારે પ્રગતીશીલ ખેડૂત તરીકે સન્માનીત પણ કર્યા છે.

પરિવર્તનશીલ ખેડૂતોએ પારંપરીક ખેતી સાથે કેપ્સીકમ મરચા, તાઇવાનના તરબુચ ઉગાડીને વિદેશીઓને પણ ચસકો લગાવ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - drought stricken kutch patel created a revolution in haldav 062616
Div News - drought stricken kutch patel created a revolution in haldav 062616


from Divya Bhaskar https://ift.tt/2Bvidi7
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here