
ળદેવરાજ ચોપડા એ રાહી માસૂમ રાજા દ્વારા લખાયેલી પટકથા પર ‘મહાભારત’ સીરિયલનું નિર્માણ કરાયું.એ શ્રેણીમાં નીતીશ ભારદ્વાજે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. નીતિશ ભારદ્વારજની પત્નીએ શોધ કરી વિશ્વના પ્રસિદ્ધ હીરા પર એક પુસ્તક લખ્યું હતું. આ લોકપ્રિય માન્યતા રહી છે કે કેટલાક લોકોને હીરો ધારણ કરવાથી નુકસાન થાય છે.સાથો સાથે એવું પણ મનાય છે કેટલાક હીરા ધારકના મોતનું કારણ બને છે. આ રસપ્રદ પુસ્તકમાં એક ‘દુર્ભાગ્યપૂર્ણ’હીરાની વાર્તા છે કે તેના સાત ધારક દુર્ઘટનામાં માર્યા ગયા. એ હીરાને બ્રિટનના એક મ્યૂઝિયમમાં રાખી દેવાયો. હીરાનો જન્મ ધરતીની કુખમાં થાય છે.ધરતી પોતાની ધરી પર સતત ફર્યા કરે છે,જેના કારણે તેની કુખમાં તણાવ પેદા થાય છે. આ તણાવ તેમજ વિરોધની લહેરો ધરતીના ગર્ભમાંથી હીરાને જન્મ આપે છે. કોલસાની નિર્માણ પ્રક્રિયા પણ હીરાની સમાન હોય છે. સોનાનું માપદંડ માશા, રતી અને તોલાથી થાય છે.હીરાનું કેરટથી.ઇયન ફ્લેમિંગની નોવેલ ‘ડાયમન્ડસ આર ફોરએવર’ના પ્રારંભના ભાગમાં દ.આફ્રિકામાં હીરાની ખાણોથી હીરા કાઢયા છે પરંતુ મનુષ્યની લાલચે એ ખાણને હવે વાંઝણી બનાવી દીધી. સ્ત્રી હોય કે હીરાની ખાણ, બન્નેનું વાઝણાપણું પુરુષની કાયરતાથી જન્મ્યું છે.હીરાની ચોરીથી પ્રેરિત કેટલીક ફિલ્મો બની છે.અમેરિકામાં રહેનારા હરિશ શાહે દેશી-વિદેશી સ્ટાર્સની સાથે ‘શાલીમાર’નામની દુર્ઘટના રચી. પંચમે ફિલ્મ માટે સંગીત રચ્યું હતું.હીરાની ચોરી પર ‘ગ્રાન્ડ સ્લેમ’ નામની ફિલ્મના અંતિમ દૃશ્યમાં એક મહાન જીવન મૂલ્યને રેખાંકિત કર્યું હતું. હીરાની એક પ્રખ્યાત દુકાનમાં દાયકાઓ સુધી રહેલા મેનેજર હીરાની ચોરીની યોજના બનાવે છે.તે ક્યારેય સામે નથી આવતો પરંતું ચોરીમાં નિપૂણ પાંચ લોકોને યોજના આપે છે. પેરિસમાં એક વાર્ષિક ઉત્સવમાં પણ પુરી રાત ઝાંકી નીકળે છે જે રીતે આપણે ત્યાં ગણેશ વિસર્જનના દિવસે થતું હોય છે. એ ઘોંઘાટવાળી રાતે ચોરીની યોજના પાર પાડવાની હોય છએ જેથી રસ્તા પર થતા અવાજમાં તિજોરી તોડવાના અવાજ પર કોઇનું ધ્યાન ન જાય.અા સફળ અભિયાન બાદ પાંચે ચોરોમાં ભાગને લઇને અંદરોઅંદર ઝઘડા થાય છે અને બધા હીરા સહિત દરિયામાં ડૂબી જાય છે. અંતિમ દૃશ્યમાં એક રેસ્ટોરન્ટમાં હીરાની દુકાનનો નિવૃત્ત મેનેજર પોતાની ઉંમરલાયક પત્નીના સાથે એક રોડ સાઇડ રેસ્ટોરન્ટમાં બેઠો છે. તે પત્નીને બતાવે છે કે સમગ્ર જીવન કામ કરતી વખતે તે ચોરીની યોજના બનાવતો રહ્યો. તેનો આ અંદાજ પણ સાચો ઠર્યો કે પાંચેય ચોર આપસમાં લડીને મરી જશે. તેણે ચોરી પહેલા પોતાના હીરા બદલી દીધા હતા અને ચોરી નકલી હીરાની થઇ હતી. તે મખમલની પોટલી ટેબલ પર રાખે છે.ઠીક અએ જ સમયે એક સાધારણ ચોર પોટલી લઇને ભાગે છે.પત્ની શોર મચાવવા માંગે છે પરંતુ પતિ તેને રોકી દે છે અને જલદી ત્યાંથી દૂર જતો રહે છે. તે બતાવે છે કે ચોર પકડાઇ જશે અને વિશ્વવિખ્યાત હીરા ઓળખ માટે જશે. તે પોતાની પત્નીની સાથે પોતાના સ્વિત્ઝરલેન્ડના કસ્બામાં પોતાના પારિવારિક ઘરમાં જાય છે. તે જાણે છે કે ચોરથી પુછાશે પરંતુ ફૂટપાથની રેસ્ટોરન્ટમાં અનેક લોકોની આવનજાવન હોય છે.
બ
જયપ્રકાશ ચોક્સે
લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે
પરદે કે પીછે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31BSmzy
via
IFTTT
No comments:
Post a Comment