
કચ્છના લખપત તાલુકાના ગામડાઅોમાં પાકિસ્તાન સરહદેથી તીડના અાક્રમણ બાદ છેલ્લા પાંચેક દિવસથી ખેડૂતોના ચહેરા ઉપર ભયની લકીરો તણાયેલી છે. જેનો પડઘો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ પડ્યો છે. રવિવારે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા સ્થળ નિરીક્ષણ કરી ગયા બાદ સોમવારે રાજ્ય કૃષિમંત્રી અાર. સી. ફળદુઅે પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જેથી કાંઈ નથી કાંઈ નથી કહીને કામ ટાળતી રહેતી તીડ નિયંત્રણ કચેરી અને ખેતીવાડી શાખાના કર્મચારીઅો પણ ખડેપગે રહ્યા હતા. રાજ્ય કૃષિમંત્રી અાર. સી. ફળદુઅે પણ છેર ગામના વાડી અને ખેતર વિસ્તારમાં તીડના ઝુંડને નજરે જોયા હતા. લખપત તાલુકામાં ફંટાયેલા તીડના ઝુંડની સંખ્યા બહુ અોછી છે. જેમને અંકુશમાં લેવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વહીવટ તંત્રને સજ્જ રાખ્યા છે. ખેડૂતોને નુકશાની થશે તો વળતર અપાશે કે કેમ અેવા પ્રશ્નના જવામાં કહ્યું હતું કે, હાલ તો ખેડૂતોને નુકશાની થઈ હોય અેવું દેખાતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હરામીનાળા વિસ્તારમાં તીડનું પ્રમાણ વધુ છે, જેથી સરકાર વહેલી તકે અાધુનિક સાધનો વડે સાધનોથી કામગીરી કરાવશે.
સ્થાનિક નેતાગીરી હાજર ન રહી
રાજ્ય કૃષિમંત્રી જોડે તાલુકા કે જિલ્લા પંચાયતના કોઈપણ પદાધિકારીઅો નજરે પડ્યા ન હતા. ભાજપના કાર્યકરો અને નેતાઅો પણ દેખાયા ન હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W7B2Bt
via
IFTTT
No comments:
Post a Comment