શિવની પુત્રી અને વાસુકી નાગની માતા છે મનસા, મહિષાસુરના વધ પછી અહીં આરામ કર્યો હતો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

શિવની પુત્રી અને વાસુકી નાગની માતા છે મનસા, મહિષાસુરના વધ પછી અહીં આરામ કર્યો હતો

હરિદ્વાર | મનસા દેવીના પ્રસિદ્ધ મંદિરમાં નવરાત્રિમાં ભારે ભીડ હોય છે. બે દિવસમાં અહીં એક લાખથી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી ચૂક્યા છે. લાખનો ચઢાવો પણ આવી ચૂક્યો છે. અહીં માનતા માટે વૃક્ષ પર દોરી બાંધવાની અને ખોલવાની પરંપરા છે, જેને મંદિરમાં આવતો દરેક શ્રદ્ધાળુ નિભાવે છે. આ નવરાત્રિમાં દર્શનાર્થે આવતા વૃદ્ધો માટે જુદી કતાર અને લિફ્ટની વ્યવસ્થા પણ કરાઈ છે. નવ દિવસના વિશેષ પાઠ ચાલી રહ્યા છે. વાસુદેવ રાજપૂતનો રિપોર્ટ

અહીં માતાની પાંચ અને આઠ ભુજાવાળી બે મૂર્તિ

હરિદ્વારના મનસા દેવી. તેમને નાગમાતા પણ કહેવાય છે.

હરિદ્વાર શહેરથી ત્રણ કિલોમીટર દૂર શિવાલિક પહાડીઓમાં બિલવા પહાડ પર મનસાદેવી મંદિર આવેલું છે. આ જગ્યા હિમાલયના દક્ષિણ ભાગ પર પડે છે. મંદિરમાં દેવીની બે મૂર્તિ છે. એક મૂર્તિની પાંચ ભુજા અને ત્રણ મોં છે, જ્યારે બીજી મૂર્તિની આઠ ભુજા છે. આ મંદિર 51 શક્તિપીઠોને સમકક્ષ મનાયું છે. શ્રદ્ધાળુ અહીં માનતા પૂરી કરવા માટે વૃક્ષ પર દોરી બાંધે છે અને માનતા પૂરી થાય ત્યારે તેઓ ફરી દોરી ખોલવા આવે છે. આજકાલ મંદિરમાં મા મનસા માટે વિશેષ પાઠ ચાલી રહ્યા છે, જે નવ દિવસ સતત ચાલશે. દેવી મનસા ભગવાન શંકરના પુત્રી છે. 14મી સદી પછી મનસા દેવીને શિવના પરિવારની જેમ અનેક મંદિરમાં જગ્યા અપાવા લાગી. ગ્રંથો પ્રમાણે, મનસા દેવીના લગ્ન જગત્કારુ સાથે થયા હતા અને તેમના પુત્રનું નામ આસ્તિક હતું. અગાઉ મંદિરમાં આદિવાસીઓ જ પૂજા કરતા હતા. મનસા દેવી નાગરાજ વાસુકીની મા છે. મંદિર સમિતિના અધ્યક્ષ મહંત રવિન્દર પૂરી કહે છે કે, માન્યતા પ્રમાણે મહિષાસુરે ધરતી પર આતંક મચાવ્યો ત્યારે દેવો પરેશાન થઈ ગયા હતા. એ વખતે મા મનસાએ દેવતાઓની ઈચ્છા પ્રમાણે મહિષાસુરનો વધ કર્યો. વધ કર્યા પછી હરિદ્વારમાં મા મનસાએ આરામ કર્યો અને ત્યારથી આ મંદિર પ્રસિદ્ધ બન્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2opnzrL
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here