
રા ષ્ટ્રપિતા ગાંધીજીના નામ સાથે જોડાયેલા મહાત્મા શબ્દ આજે આખા ભૂમંડળમાં ઘેર ઘેર જાણીતો છે. રસશાળા ઔષધાશ્રમ ગોંડલ(સૌરાષ્ટ્ર)ના અધ્યક્ષ રાજવૈદ્ય જીવરામ કાલિદાસ શાસ્ત્રી આચાર્ય ચરણતીર્થ મહારાજએ ૨૭ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ગાંધીજીને માનપત્ર સાથે મહાત્માની પદવી આપી છે. એ વાતને આજે 104 વર્ષ થવા આવ્યાં, તે દરમિયાન મહાત્માજીની હયાતી સુધીમાં આ માનપત્રની ચોપડી ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિતની ભાષામાં લગભગ ૩,૩૪,૦૦૦ ત્રણ લાખ ચોત્રીસ હજાર છપાણી છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજી બહાદુરના સંદેશા લઈ રાજવૈધને દિલ્હી, મુંબઈ, મહાત્માજી પાસે જવાનું થતું ત્યારે તેઓ આ વાતનું સ્મરણ રમૂજ ભર્યા શબ્દોમાં કરતા હતા. ૧૯૧પમાં ગોંડલ રસશાળા તરફથી મહાત્માની પદવી તેઓને આપી એ વાત જાણીતી હોવા છતાં ગાંધીજીના સ્વર્ગવાસ પછી અમુક લોકોએ ગાંધીજીને મહાત્માની પદવી કોણે આપી એ પ્રશ્ન વર્તમાનપત્રોમાં ઉપસ્થિત કર્યો હતો. જેમાં આ પદવી આપનારામાં ડો. રવીન્દ્રનાથ ટાગોર વગેરેના નામ આગળ કરવા લાગ્યા હતા. મુંબઈના ધર્મયુગ જેવા અગ્રણી પત્ર પણ આ ચર્ચા પોતાના પત્રમાં છાપી તેનો સાચો ખુલાસો અહીંથી લખ્યો છતાં તે પ્રસિદ્ધ કર્યો નહીં.
એમના જીવન સાથે સંકળાયેલા સાહિત્ય વગેરેનો સંગ્રહ કરવાનું સરકારે ઠરાવ્યું અને તે કામ ગુજરાત કાઠીયાવાડ માટે કાકા કાલેલકરને સોંપતા તેઓ પોતાની મંડળી સાથે કાઠીયાવાડમાં ફરતા ગોંડલ આવ્યા. રસશાળા ઔષધાશ્રમમાં આવી મહાત્માજીને મહાત્માની પદવી સાથેનું માનપત્ર અને તેને લગતું સાહિત્ય ફોટા વગેરેની માગણી કરતા રાજવૈધ આચાર્ય ચરણતીર્થ મહારાજે બધું આપ્યું. આ વખતે રાજવૈધનું મિત્ર ગોંડલના દીવાન સ્વ. પ્રાણશંકરભાઈ જોશી કે જેઓ મહાત્માજીના સહધ્યાયી અને મિત્ર હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ohF3Xl
via
IFTTT
No comments:
Post a Comment