તુલસીપુરથી દેવીપાટન શક્તિપીઠમાં ચોખાની ઢગલી બનાવીને વિશેષ પૂજન, નૃત્યથી પ્રસન્ન થાય છે માતાજી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

તુલસીપુરથી દેવીપાટન શક્તિપીઠમાં ચોખાની ઢગલી બનાવીને વિશેષ પૂજન, નૃત્યથી પ્રસન્ન થાય છે માતાજી

તુલસીપુરના દેવીપાટન શક્તિપીઠની મા પટેશ્વરી.

દેવીપાટન શક્તિપીઠનો સીધો સંબંધ સતી, ભગવાન શંકર, ગુરુ ગોરખનાથ અને કર્ણ સાથે છે. માન્યતા છે કે, કર્ણએ મહાભારત કાળમાં અહીંના કુંડમાં સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપ્યું હતું, જેના કારણે આ કુંડને સૂરજકુંડ નામ મળ્યું છે. મંદિરના મહંત મિથિલેશ દાસ યોગી કહે છે કે, નવરાત્રિના 9 દિવસ માતાની પિંડી પાસે ચોખાની ઢગલી કરીને પૂજન કરાય છે અને પછી એ ચોખા ભક્તોમાં વહેંચાય છે. રવિવારે માતાને હલવાનો ભોગ ધરાવાય છે. શનિવારે લોટ અને ગોળથી બનેલી રોટલીનો પણ ભોગ અર્પણ કરાય છે. અહીં દર વર્ષે માતા પટેશ્વરીને પ્રસન્ન કરવા દરબારમાં નર્તકીઓ સ્વેચ્છાએ પૌરાણિક ગાયન અને નૃત્ય કરે છે. આ વખતે પણ અનેક મહિલા નૃત્ય કરે છે. માન્યતા છે કે, નૃત્યથી મા પ્રસન્ન થાય છે. મા પટેશ્વરીના દર્શન કરવા પાડોશી રાજ્યો સહિત નેપાળ અને ભુતાનથી પણ શ્રદ્ધાળુ આવે છે. એટલે સુરક્ષા વ્યવસ્થા પણ કડક રખાઈ છે. ભીડ વધુ હોવાથી મંદિર પરિસરમાં જ વિશેષ પૂજા વ્યવસ્થા કરાય છે. શ્રદ્ધાળુઓ ઈચ્છે તો પોતે 9 દિવસ બેસીને પૂજા કરી શકે છે. અનેક સરકારી પંડાલ લગાવાયા છે, જ્યાં સરકારી યોજનાઓ માટે નોંધણી કરાય છે. મંદિર મેનેજમેન્ટ સમિતિનું અનુમાન છે કે, આ નવરાત્રિ આશરે 3 લાખ શ્રદ્ધાળુ દેવીપાટન શક્તિપીઠના દર્શન કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nD1gyY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here