ઈસરોએ ક્રેશ લેન્ડિંગના 24 દિવસ પછી પણ આશા ના છોડી, ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો સંપર્ક કરવા માટે ચંદ્ર પર સવાર થવાનો ઈન્તજાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

ઈસરોએ ક્રેશ લેન્ડિંગના 24 દિવસ પછી પણ આશા ના છોડી, ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો સંપર્ક કરવા માટે ચંદ્ર પર સવાર થવાનો ઈન્તજાર

ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ હજુ પણ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્કની આશા નથી છોડી. વિક્રમમાં જાન ફૂંકવા માટે ઈસરો રાત-દિવસ પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આ માટે લાંબી રાહ જોવી પડી શકે છે. ઈસરોના વડા સિવને મંગળવારે કહ્યું કે, ચંદ્રની જે તરફ અમે ઉતરાણ કર્યું છે ત્યાં અત્યારે રાત છે. એટલે ત્યાં સંપર્ક કરવો મુશ્કેલ છે.

જોકે, અમે દસ દિવસ પહેલા સંપર્ક કરવાનો પ્રયાસ બંધ કર્યો હતો કારણ કે, ચંદ્ર પર લાંબી રાત શરૂ થઈ ગઈ છે. થોડા દિવસમાં ત્યાં રાત પૂરી થશે. ત્યારે અમે લેન્ડરનો ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ચંદ્રયાન-2ના લોન્ચિંગ પહેલા ઈસરોએ જાણકારી આપી હતી કે, લેન્ડર અને રોવરની મિશન લાઈફ એક ચંદ્ર દિવસ બરાબર છે, જે ધરતીના 14 દિવસ બરાબર છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આટલા દિવસ પછી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો ઘણો મુશ્કેલ હશે.

ઈસરોના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું છે કે, આટલા દિવસ પછી તેનો સંપર્ક કરવો મુશ્કેલ હશે, પરંતુ પ્રયાસ કરવામાં કશું ખોટું નથી. સાતમી ડિસેમ્બરે લેન્ડર વિક્રમ લેન્ડિંગની અંતિમ ક્ષણોમાં જ લથડી ગયું હતું. ત્યાર પછી તેનો સંપર્ક નહોતો થઈ શક્યો.

રોવર પ્રજ્ઞાન હજુ પણ લેન્ડરની અંદર જ છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગના થોડી મિનિટ પહેલા જ વિક્રમનો સંપર્ક તૂટી ગયો હતો. નાસાએ પણ બીજી વાર પ્રયાસ કરવાની વાત કરી છે. આ પહેલા તેમણે ઓર્બિટર થકી સંપર્કનો પ્રયાસ કર્યો હતો.

ઠંડી અને ભૂકંપના આંચકા લેન્ડર માટે સૌથી મોટો પડકાર, નુકસાનની શક્યતા

ઈસરોના એક અધિકારીના કહેવા પ્રમાણે, ચંદ્ર પર રાત્રે લેન્ડરને મુશ્કેલી પડશે. એ સમયે ત્યાં ઘણી ઠંડી હશે. આ ઉપરાંત ત્યાં આવતા ભૂકંપના આંચકા પણ ચિંતા વધારી રહ્યા છે. વિક્રમ ખૂબ જોરથી સપાટી પર ટકરાયું છે, તેનાથી લેન્ડરને ઘણું નુકસાન થયું હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - isro does not give up hope even after 24 days of crash landing 063035


from Divya Bhaskar https://ift.tt/2ohPES6
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here