
અયોધ્યા કેસમાં હિંદુ અને મુસ્લિમ પક્ષના વકીલો વચ્ચે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. હિંદુ પક્ષકારોની દલીલોમાં અડચણ ઊભી કરવા બદલ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને ફિટકાર પણ લગાવી હતી. પાંચ જજની બંધાણીય પીઠ સામે 35 દિવસની સુનવણીમાં રામલલા વિરાજમાનના વકીલે મુસ્લિમ પક્ષની દલીલો પછી હિંદુ પક્ષે કહ્યું કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને અમે ક્યારેય સાંપ્રદાયિક સૌહાર્દ બગાડતી દલીલો નથી કરી, જ્યારે મુસ્લિમ પક્ષની દલીલો સાંપ્રદાયિક હતી. આ આરોપ મુસ્લિમ પક્ષે ફગાવી દીધી, પરંતુ ત્યાર પછી બંને પક્ષ બૂમાબૂમ કરીને ચર્ચા કરવા લાગ્યા. આ મુદ્દે ચીફ જસ્ટિસે નારાજ થઈને મુસ્લિમ પક્ષને ફિટકાર લગાવી કે, સામેનો પક્ષ દલીલ કરે છે, અડચણો ના નાંખો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2p33AQ2
via
IFTTT
No comments:
Post a Comment