લુ કેલેન્ડર વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર અઢી મહિનાની વાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

લુ કેલેન્ડર વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર અઢી મહિનાની વાર

લુ કેલેન્ડર વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર અઢી મહિનાની વાર છે. ત્યારે છેલ્લા 8 મહિના કેપિટલ માર્કેટ માટે કપરાં રહ્યા છે. માત્ર ભારત જ નહીં વિશ્વભરમાં પ્રાઈમરી અને સેકેન્ડરી માર્કેટની હાલત કફોડી બની હતી. બીએસઈ, એનએસઈ, યુરોપિયન માર્કેટમાં આઈપીઓની સંખ્યા ઘટી અડધી થઈ છે. પરંતુ હાલમાં જ સરકારે આંશિક રાહતો ફાળવતા આઈપીઓ માર્કેટમાં જીવ ફુંકાયો છે. અમેરિકા-ચીન ટ્રેડવોરમાં પણ બંને દેશોના વડાઓએ ટેરિફ વોર પર વિરામ તથા બ્રેક્ઝિટ મુદ્દે પણ પોઝિટીવ અસરો જણાતા વિશ્વભરના રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. મજાની વાત એ છે કે, જાન્યુઆરીથી અત્યારસુધી યોજાયેલા 12 આઈપીઓમાં 2 સિવાયના તમામ આઇપીઓમાં પોઝિટીવ 60 ટકા સુધી રિટર્ન છૂટી રહ્યુ છે. આઈઆરસીટીસીના હિટ આઈપીઓ બાદ કંપનીઓ આઈપીઓ રૂટ પર ચાલવા તૈયાર થશે તેવો આશાવાદ માર્કેટ પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. ઈરડા અને શ્યામ સ્ટીલ ઈન્ડસ્ટ્રીનો અંદાજિત રૂ. 1250 કરોડના આઈપીઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. આ બન્ને આઇપીઓ દિવાળીના લીધે નવેમ્બર સુધી યોજાવાની શક્યતા છે. ડિસેમ્બર સુધી કુલ આશરે રૂ. 15000 કરોડના આઈપીઓ યોજાશે. (bijal121994@gmail.com)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33sbCkw
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here