લેટિલિટી એવા રોકાણકારોને હંમેશા સહાયકર્તા પુરવાર થતી હોય છે જેઓ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

લેટિલિટી એવા રોકાણકારોને હંમેશા સહાયકર્તા પુરવાર થતી હોય છે જેઓ

લેટિલિટી એવા રોકાણકારોને હંમેશા સહાયકર્તા પુરવાર થતી હોય છે જેઓ વધુ સારા ભાવની અપેક્ષા રાખી રહ્યાં હોય છે કેમકે વોલેટિલિટીને કારણે અધિરા રોકાણકારો બજારમાંથી દૂર થતાં હોય છે. સાથે જેઓ નવા નિશાળિયા છે તેમને વોલેટિલિટીને કારણે જંગી નુકસાન ખમવાનું પણ થતું હોય છે. વિતેલું સપ્તાહ ભારતીય સૂચકાંકો માટે મોટી વધ-ઘટનું રહ્યું હતું. કેમકે મોટાભાગના ટ્રેડર્સે સાવચેતી દર્શાવી હતી. બીજા ક્વાર્ટરના પરિણામોની શરૂઆત થઈ ચૂકી છે અને ટીસીએલ અને ઈન્ડસઈન્ડ બેંક માર્કેટનું સેન્ટિમેન્ટ ઊચકવામાં નિષ્ફળ રહ્યાં છે. યુએસ માર્કેટ ખાતે પોઝીટીવ ક્લોઝીંગને કારણે શુક્રવારે શરૂઆત સારી રહી હતી પરંતુ બજાર દિવસ દરમિયાન ખૂબ ચંચળ રહ્યું હતું. યુએસ-ચીન વચ્ચે આંશિક ટ્રેડ સમજૂતીની અપેક્ષાએ ત્યાંના બજારો સારા રહ્યાં હતાં. રૂપિયો પણ ડોલર સામે મજબૂત ખૂલ્યો હતો પરંતુ પાછળથી ક્રૂડમાં તેજીને કારણે તેણે સુધારો ગુમાવ્યો હતો. ઈરાન ખાતે ઓઈલ ટેન્કરના ધડાકાને કારણે ક્રૂડમાં મજબૂતી જોવા મળી હતી. ઈસીબીની મિટિંગમાં ક્વોન્ટીટેટિવ ઈઝીંગના વિરોધ બાદ ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે યુરોમાં સુધારો નોંધાયો હતો. ડોલર ઈન્ડેક્સ સપ્તાહના તળિયા પર પહોંચ્યો હતો. સોમવારે આ અહેવાલ પ્રગટ થશે ત્યારે ઈન્ફોસિસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું હશે. રૂપિયામાં નરમાઈ અને વેતન વૃદ્ધિની ગેરહાજરી ઈન્ફોસિસની માર્જિન વૃદ્ધિનું કારણ બની શકે છે.

માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ જોકે કંપની કેવી કોમેન્ટરી આપે છે તેના પર વધુ ધ્યાન આપશે. અમારા મતે કંપની કેટલાક સારા ડિલ્સ મળ્યાં હોવાના કારણે રેવન્યૂ ગાઈડન્સ સારુ દર્શાવશે. ટીસીએસના મેનેજમેન્ટે નજીકના સમયગાળા માટે મર્યાદિત વિઝિબિલિટીનું સૂચન કર્યાં બાદ ઘણા બ્રોકરેજિસે કંપની માટેના તેમના અર્નિંગ્સ અંદાજોમાં ઘટાડો કર્યો છે. દેશના આર્થિક ફંડામેન્ટલ્સમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. બેરોજગારી વધી રહી છે, વપરાશમાં મંદી છે અને કંપનીઓ મૂડી ખર્ચ કરી રહી નથી આમ દેશના જીડીપી વૃદ્ધિ દરમાં વિવિધ એજન્સીઓએ ઘટાડો કર્યો છે. આ સ્થિતિમાં માર્કેટનું સેન્ટિમેન્ટ સ્થિર નથી. નિફ્ટીમાં 11200-11150નો સપોર્ટ છે અને ત્યાં શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. તાજેતરમાં નિફ્ટીમાં ઘટાડો ઓપન ઈન્ટરેસ્ટમાં ઘટાડા સાથેનો હતો. જે સૂચવે છે કે લોંગ પોઝીશનનું અનવાઈન્ડિંગ થયું છે. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઊંચી વૃદ્ધિ થઈ છે. ઊંચી વોલેટિલિટી વચ્ચે ‘ઈન્સાઈડ બાર’ ફોર્મેશન સ્થિરતા માટે સારો સંકેત છે. જો 11150-11330ની રેંજની કોઈ એક બાજુ બ્રેક-આઉટ મળશે તો બજાર તે દિશામાં આગળ જઈ શકે છે. ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે ઈન્ડેક્સ 11000-11500ની રેંજમાં ટ્રેડ થતું રહેશે. હવે લોંગ પોઝીશન માટે 11060નો સ્ટોપલોસ રાખવાનો રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VFEK4U
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here