ડા વર્ષો પહેલા પેરિસમાં હ્યુમન રિસોર્સીસ ક્ષેત્રેના નિષ્ણાતોનો એક સેમિનાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

ડા વર્ષો પહેલા પેરિસમાં હ્યુમન રિસોર્સીસ ક્ષેત્રેના નિષ્ણાતોનો એક સેમિનાર

ડા વર્ષો પહેલા પેરિસમાં હ્યુમન રિસોર્સીસ ક્ષેત્રેના નિષ્ણાતોનો એક સેમિનાર યોજાય હતો. સેમિનારમાં વિવિધ દેશના એચ આર પ્રોફેશનલ્સ પોતાના દેશના કલ્ચર, વિવધતાઓ, સરકારની પોલિસી અને હ્યુમન રીસોર્સીસની ચેલેન્જીસ વિષે ચર્ચા વિચારણા થઇ. મેં જયારે કહ્યું કે ભારતમાં કર્મચારીની નોકરી છોડવાનું પ્રમાણ વિશ્વના અન્ય ડેવલોપ કન્ટ્રીસ કરતા ઘણું વધારે છે અને ભારતીય કર્મચારી નોકરી બદલવાનું વિચાર કરે ત્યારે પોતાના ફેમિલી જોડે પહેલા વાત કરે છે, ત્યારે વિશ્વના એચઆર પ્રોફેશલ્સ ભારે અચંબામાં પડી ગયા. તેમના માટે માનવું કઠિન હતું કે કર્મચારી જયારે નોકરી બદલાવનું નક્કી કરી ત્યારે પોતાના ફેમિલીને પહેલા કન્સલ્ટ કરતા હોય છે. પરંતુ ભારતમાં આ હકીકત છે અને એ જ ભારતીય કર્મચારીઓના બિહેવિઅર તરીકે ઓળખાય છે.

વિશ્વમાં જાપાન અને ચીનના કર્મચારીઓ સૌથી વધારે મહેનતુ ગણાય છે. જયારે ભારતીય કર્મચારીઓ બુદ્ધિમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ સાથે સાથે ઈમોશનલ પણ બહુ વધારે હોય છે. હજીપણ મોટાભાગની ભારતીય કંપનીઓમાં જો કંપનીનો માલિક કર્મચારી જોડે થોડા દિવસ વાત કરવાનું બંધ કરે તો ભારતીય કર્મચારીને બહુ લાગી આવે છે. ભારતીય કર્મચારીઓની જમા બાજુ એ છે તેઓ એક સાથે ઘણા બધા કામ કરી શકે છે પરંતુ એ પણ હકીકત છે કે મોટા ભાગના ભારતીય કર્મચારીઓ કામમાં પરફેક્ટનિષ્ટ નથી હોતા.

ભારતીય કર્મચારીઓ માટે દુનિયા શું વિચારે છે તે બહુ અગત્યનું છે: જાપાનની મિત્સુબી કંપનીના સીઈઓએ ઘણા ભારતીય કર્મચારીઓ જોડે કામ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે જાપાનીસ બાબતોને ઝીણવટથી સાંભળે છે જયારે ભારતીય કર્મચારીઓને સાંભળવા કરતા બોલવામાં અને દલીલો કરવામાં બહુ આનંદ આવે છે. ભારતીય કર્મચારીઓ વધારે પડતા લાગણીશીલ હોય છે. તેમના સ્વમાનને જલ્દી ઠેસ પહોંચી જાય છે. મીટિંગ્સ જો તેમના સૂચનને સ્વીકારવામાં ન આવે તો તેઓ પોતાનું અપમાન સમજે છે. તેતસૂયા ટકાનો નામની કંપનીના એમડીના કહેવા પ્રમાણે ભારતમાં બહુ મહત્વની મુદ્દો ન હોય તે કલાકોના કલાકો ચર્ચાય છે અને મોટાભાગની મીટિંગ્સ સૂચનો સાથે જ પુરી થાય છે. કોઈને એક્શન પ્લાન વિષે ગંભીરતા દેખાતી નથી. માકૂટો કીટલ કંપનીના માલિકે કહ્યું કે ભારતમાં જો તમે 15 મિનિટ મોડા પડશો તમારે દિલગીર થવાની જરુર નથી, 15 મિનિટ મોડુને તમે ટાઇમસર છો તેવું માનવામાં આવશે. જયારે એમણે જાણ્યું કે મોટાભાગની ભારતીય કંપનીમાં 5 થી દસ મિનિટ મોડા આવવા માટે ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે ત્યારે તેમને બહુ જ આશ્ચર્ય થયું. જાપાન અને ચીનમાં જો તમે એક મિનિટ પણ મોડા પહોંચો તો તમારો પગાર કપાઈ જતો હોય છે .

એક બીજા અનુભવમાં અગિયાર વાગ્યાનો ટાઈમ હતો. ખુદ કંપનીમાં માલીક જ સવા અગિયાર વાગ્યે આવ્યા એટલુંજ નહિ તેઓ ખુશ હતા કે ચાલો ટાઇમસર પહોંચી ગયા. એટલું જ નહિ પરંતુ જયારે ભારતના કર્મચારીઓની ડેવલોપ કન્ટ્રીસના કર્મચારીઓ જોડે સરખામણી કરવામાં આવે તો ભારતીય કર્મચારીઓ હોશિયાર બહુ જ છે પરંતુ પ્રૉફ્રેનાલિઝમનો ઘણો અભાવ દેખાઈ આવે છે. કર્મચારીઓ બીજા કર્મચારીઓ જોડે સરખામણી બહુ જ કરતા હોય છે અને વધુ પડતા પોતાના કામને લીધે લાગણીશીલ હોય છે. ઘણા કર્મચારીઓ ઘરે પહોંચીને પણ ઓફિસનું કામ કરવમાં ગર્વ અનુભવતા હોય છે. એક ઇન્ટરનૅશનલ સેમિનારમાં ભારતીયોને ઓવર કમિટીમેન્ટ માટે જવાબદાર ગણવામાં આવ્યા.

એક અંદાજ મુજબ 10માંથી ફક્ત 1 કર્મચારી પોતે નક્કી કરેલી સમય મર્યાદામાં કામ પૂરું પાડે છે. ભારતમાં એક્શન પ્લાનની સમય મર્યાદાને બહુ ગંભરતાથી લેવામાં આવતી નથી. જે બાબત પાંચ મહિના પુરી થઇ શકતી હોય તેને ભારતીય કર્મચારી એક મહિનામાં પૂરું કરવાનું વચન આપે છે અને પછી ફાયર ફાઈટિંગ્સ અને છેલ્લી મિનિટનો સ્ટ્રેસ ઉભો થતો હોય છે. બીજું ભારતમાં હ્યુમન રિસોર્સીસ કોસ્ટ બહુ ઓછી છે. આથી મજાકમાં એવું પણ કહેવાય છે એક બલ્બ ફિટ કરવો હોય ત્યારે ત્રણ કર્મચારીઓ લાગી પડે છે. એક ટેબલ પકડતો હોય છે, બીજો ટેબલ પર ઉભો થઇ બલ્બ લગાડતો હોય છે અને ત્રીજો બલ્બ લગાડતો કમર્ચારી ન પડી જાય તેનું ધ્યાન રાખતો હોય છે.

bhavesh@enterprisingindian.in



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32nG13v
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here