ભારત ઘરઆંગણે 6 ટીમો વિરુદ્ધ 10થી વધુ મેચ જીતનારી એશિયાની પ્રથમ ટીમ બની - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

ભારત ઘરઆંગણે 6 ટીમો વિરુદ્ધ 10થી વધુ મેચ જીતનારી એશિયાની પ્રથમ ટીમ બની

કેશવ મહારાજ ઈજાના કારણે બહાર, લિન્ડેને ટીમમાં સામેલ કરાયો

ભાસ્કર ન્યૂઝ | પૂણે

ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટમાં ઈનિંગ્સ અને 137 રને હરાવ્યું. આ સાથે ટીમે 3 મેચની સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ટીમની આ ઘરઆંગણે દ.આફ્રિકા વિરુદ્ધ 10મી જીત છે. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 6 ટીમો વિરુદ્ધ 10+ મેચ જીતી છે. તે આમ કરનાર પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. ફોલોઓન રમતા દ.આફ્રિકન ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 189 રન કરી ઓલઆઉટ થઈ હતી. ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 275 રન કર્યા હતા. ભારતે 5 વિકેટના ભોગે 601 રન કરી પ્રથમ ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. મેચમાં ઓફ સ્પિનર આર. અશ્વિન અને ઝડપી બોલર ઉમેશ યાદવે 6-6 વિકેટ ઝડપી હતી. બેવડી સદી ફટકારનાર કેપ્ટન કોહલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. સીરિઝની અંતિમ મેચ 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે.

મેચના ચોથા દિવસે રવિવારે ભારતે દ.આફ્રિકાને ફોલોઓન આપ્યું. પ્રથમ ઈનિંગ્સમાં 326 રનથી પાછળ રહ્યાં બાદ બીજી ઈનિંગ્સમાં બીજા જ બોલે ઈશાંતે મારક્રમ (0)ની વિકેટ ઝડપી. બ્રુએન (8)ની વિકેટ ઉમેશ યાદવે ઝડપી. પ્લેસિસ (5) અને એલ્ગર(48)એ ત્રીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. બંનેને અશ્વિને આઉટ કર્યા. ટીમે 129 રનમાં 7 વિકેટ ગુમાવી. જોકે મહારાજ (22) અને ફિલાન્ડર (37)એ 8 મી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી.

વિકેટકીપર રિદ્ધીમાન સાહાએ ડુ પ્લેસિસે કેચ પકડવા ડાઈવ લગાવવી પડી હતી

ઓસ્ટ્રેલિયા

ઈંગ્લેન્ડ

ન્યૂઝીલેન્ડ

વિન્ડીઝ

શ્રીલંકા

દ.આફ્રિકા

ઓસ્ટ્રેલિયાએ 7, દ.આફ્રિકાએ 7 અને ઈંગ્લેન્ડે 6 ટીમો સામે ઘરઆંગણે 10 કે તેથી વધુ મેચ જીતી છે

દ.આફ્રિકા પર 13મી જીત

ભારતે ટેસ્ટમાં ઓવરઓલ 13મી વાર દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. એશિયાની અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકાએ 9 વાર અને પાક.એ 4 વાર દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. બાંગ્લાદેશને જીત મળી નથી.

અશ્વિનના બોલ પર પ્લેસિસ કટ રમ્યો. બોલ સાહા પાસે ગયો. 3 વાર હાથમાંથી નીકળ્યા બાદ પણ સાહાએ કેચ પકડી લીધો.

મોહમ્મદ શમીએ 300 ઈન્ટરનેશનલ વિકેટ પૂર્ણ થઈ

શમીના ઈન્ટરનેશનલ કરિયર (ટેસ્ટ, વન-ડે, ટી-20)ની 300 વિકેટ ઝડપી હતી. આમ કરનાર તે ભારતનો 11મો બોલર બન્યો. કુંબલે (953), હરભજન (707), કપિલ દેવ (687), ઝહીર (597), અશ્વિન (558), શ્રીનાથ (551), જાડેજા (419), ઈશાંત (403), અગરકર (349) અને ઈરફાન (301) આમ કરી ચૂક્યા છે.

બેટિંગ: ટીમ ઈન્ડિયાના ટોપ-6એ હરીફ કરતા ડબલ રન કર્યા

ટીમ રન બોલ
50+

ભારત 1359 2113 9

દ.આફ્રિકા 521 1062 3

21

50

60

19

16

34

47

11

20

2

13

10

5

18

13

13

14

બોલિંગ: ભારતીય બોલર્સે 24 વિકેટ વધુ ઝડપી

ટીમ વિકેટ સ્ટ્રાઈક રેટ
5+

ભારત 40 55 2

દ.આફ્રિકા 16 135 0

ઓસ્ટ્રેલિયા 4-0 2013 ધોની

વેસ્ટ ઇન્ડિઝ 2-0 2013 ધોની

દ.આફ્રિકા 3-0 2015 કોહલી

ન્યૂઝીલેન્ડ 3-0 2016 કોહલી

ઈંગ્લેન્ડ 4-0 2016 કોહલી

બાંગ્લાદેશ 1-0 2017 કોહલી

ઓસ્ટ્રેલિયા 2-1 2017 કોહલી

શ્રીલંકા 1-0 2017 કોહલી

અફઘાનિસ્તાન 1-0 2018 રહાણે

વેસ્ટ ઇન્ડિઝ 2-0 2018 કોહલી

દ.આફ્રિકા 2-0* 2019 કોહલી

ભારતની દક્ષિણ આફ્રિકા પર 18મી મેચમાં 10મી જીત

કોહલીની આ કેપ્ટન તરીકે 50મી ટેસ્ટ હતી. ઓવરઓલ આ તેની 30મી જીત છે. તેણે દેશમાં 23માંથી 17માં મેચ જીતી જ્યારે એકમાં હાર મળી. વિદેશમાં 27માંથી 13માં જીત મેળવી, 9માં હાર મળી.50 મેચ બાદ વિશ્વના ટોપ-3 કેપ્ટન-

કેપ્ટન દેશ જીત

સ્ટીવ વૉ ઓસ્ટ્રેલિયા 37

રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા 35

વિરાટ કોહલી ભારત 30

કેપ્ટન તરીકે કોહલીએ આઠમી વખત કોઈ મેચ ઈનિંગ્સથી જીતી છે. તે અને અઝહરુદ્દીન 8-8 જીતના રેકોર્ડ સાથે બીજા નંબરે છે. ધોની (9) પ્રથમ ક્રમે છે.

સ્કોર બોર્ડ ભારત vs દક્ષિણ આફ્રિકા

ભારત પ્રથમ ઈનિંગ્સ: 4/601 ડિક્લેર

દ.આફ્રિકા પ્રથમ ઈનિંગ્સ: 275 રન

દ.આફ્રિકા બીજી ઈનિંગ્સ રન બોલ 4 6

મારક્રમ એલબી બો.ઈશાંત 0 2 0 0

એલ્ગર કો.ઉમેશ બો.અશ્વિન 48 72 8 0

બ્રુએન કો.સાહા બો.ઉમેશ 8 18 2 0

પ્લેસિસ કો.સાહા બો.અશ્વિન 5 54 0 0

બાવુમા કો.રહાણે બો. જાડેજા 38 63 4 1

ડી કોક બો.જાડેજા 5 9 1 0

મુથુસામી કો.રોહિત બો.શમી 9 44 1 0

ફિલાન્ડર કો.સાહા બો.ઉમેશ 37 72 2 2

મહારાજ એલબી. બો.જાડેજા 22 65 3 0

રબાડા કો.રોહિત બો.ઉમેશ 4 5 1 0

નોર્ત્જે અણનમ 0 0 0 0

એક્સ્ટ્રા: 13, કુલ: 189/10 (67.2 ઓવર), વિકેટ: 1-0, 2-21, 3-70, 4-71, 5-79, 6-125, 7-129, 8-185, 9-189, 10-189. બોલિંગ: ઈશાંત: 5-2-17-1, ઉમેશ: 8-3-22-3, શમી: 9-2-34-1, અશ્વિન: 21-6-45-2, જાડેજા: 21.2-4-52-3, રોહિત: 2-0-4-0, કોહલી: 1-0-4-0.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - india became the first asian team to win more than 10 matches against six domestic teams 062116
Div News - india became the first asian team to win more than 10 matches against six domestic teams 062116
Div News - india became the first asian team to win more than 10 matches against six domestic teams 062116
Div News - india became the first asian team to win more than 10 matches against six domestic teams 062116


from Divya Bhaskar https://ift.tt/2MCHex1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here