જોય ઓફ ગિવિંગ એટલે કે બીજા સુધી ખુશી પહોંચાડવાની ભાવના સાથે સંકળાયેલું સપ્તાહ ચાલી રહ્યું છે. 2 થી 8 અોક્ટોબર સુધી ચાલનારા આ સપ્તાહને દિવ્ય ભાસ્કર પ્રતિવર્ષ આપવાનું સુખના નામથી ઉજવે છે. એ અંતર્ગત દિવ્ય ભાસ્કર અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે રવિવારે શહેરના 1500થી વધુ ગરીબોને જમાડીને અાપવાનું સુખ લીધું હતું.
પોપટપરા, ચુનારવાડા, કાલાવડ રોડ, લક્ષ્મીનગર, લક્ષ્મીવાડી, સૌ.યુર્નિવસીટી પાછળ આવેલા વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબો, શ્રમિકો, ભિક્ષુકો સુધી દિવ્ય ભાસ્કર અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચ્યું હતું. તમામને દાળભાત, શાક રોટલી, મિષ્ટાન જમાડ્યું હતું. આજથી 25 વરસ પહેલા બોલાબાલા ચેરિટેબલ ટ્રસ્ટે શેરીમાંથી પોતાની સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી ત્યારબાદ તેની પ્રવૃત્તિમાં વધારો થતો ગયો. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની ગાડીઓ ચાલે છે. ગરીબો માટે જમવાનું બનાવવાથી લઇને તેના સુધી પહોંચાડવા ટાઢ, તાપ, વરસાદમાં 30 ભાઈઓ અને બહેનોની ટીમ કામ કરે છે. આ ઉપરાંત ગાય,શ્વાનને રોટલા અને પક્ષીઓને ચણ નાખે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35cn45k
via IFTTT
No comments:
Post a Comment