અન્ય લોકોના દુ:ખમાં સહભાગી થઇ પોતાની જ વ્યક્તિ હોવાનો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

અન્ય લોકોના દુ:ખમાં સહભાગી થઇ પોતાની જ વ્યક્તિ હોવાનો


અન્ય લોકોના દુ:ખમાં સહભાગી થઇ પોતાની જ વ્યક્તિ હોવાનો અહેસાસ કરાવી માનવતાની મહેક રાજકોટના ભક્તિનગર પોલીસમથકના અધિકારી તેમજ કર્મચારીએ ફેલાવી છે.વાત છે 85 વર્ષીય વૃદ્ધા વિનુબેન હડિયાની. આ અંગે ભક્તિનગર પોલીસમથકના પીઆઇ વિરલદાન ગઢવીએ દિવ્ય ભાસ્કરના જોય ઓફ ગિવિંગ અંતર્ગત વિગત આપતા કહ્યું કે, 1971માં બર્માથી કોલકાતા પહોંચેલા વિનુબેન શિક્ષિકા હતા. તેમને બે સંતાન હતા, પરંતુ પતિ તેમને અને સંતાનોને તરછોડી ચાલ્યા જતા નિરાધાર બનેલા વિનુબેન સંતાનોને લઇ 39 વર્ષ પહેલા રાજકોટ આવ્યા હતા. કોઠારિયા રોડ પરના મેહુલનગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. દરમિયાન તેમના ઘર પાસે અનાજ દળવાની ઘરઘંટીથી અવાજ બહુ થતો હોય તેઓ ભક્તિનગર પોલીસમાં અરજી કરવા ગયા હતા. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી ન હતી. ત્યારે મારી બદલી થઇ હું ભક્તિનગર પોલીસમથકમાં પીઆઇ તરીકે હાજર થયા બાદ વૃદ્ધા એ મને અરજી આપી હતી. તેઓનું કામ તો થઈ ગયું પરંતુ એકલું અટૂલું જીવન જીવતા વિનુબેનની એકલતાને દૂર કરવા કોઇ ચિંતા કરતા નહિ તેમ કહ્યું હતું. બાદમાં રોજ વૃદ્ધાને ઘરે ટિફિન પહોંચતું કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ જ્યારે આ ટિફિન વૃદ્ધાને ઘરે આપવા જવાનું કહેવાતું ત્યારે તેઓ પણ હોંશે હોંશે વૃદ્ધાને ટિફિન પહોંચાડતા હતા. આમ દિવસો વિતતા ગયા તેમ વૃદ્ધા સાથે લાગણીનાં સબંધો બંધાઇ ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2p0aWnG
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here