પીજીવીસીએલના પારડી સબ ડિવિઝન હેઠળ આવતા એક ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે લાઈન ફેરવી દીધાનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કરે’ પ્રસિદ્ધ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પ્રકરણની તપાસમાં પારડી સબ ડિવિઝનના પૂર્વ નાયબ ઈજનેર અને જુનિયર ઈજનેરના નામ ખુલ્યા છે. તપાસ દરમિયાન એવો પણ ઘટસ્ફોટ થયો છે કે 9 મહિના પહેલા થયેલા લાઈન કૌભાંડ અને તાજેતરમાં થયેલા લાઈન કૌભાંડના સૂત્રધાર એક જ ઈજનેર છે. પારડી ડિવિઝનના પૂર્વ નાયબ ઈજનેર પી.એલ પટેલ જેને સજાના ભાગ રૂપે ભાયાવદર બદલી કરી છે તેમણે અને જુનિયર ઈજનેર એ.બી. કાપડીએ મળીને બંને કૌભાંડ આચાર્યાનું તપાસમાં બહાર આવતા બંનેને શો-કોઝ નોટિસ ફટકારી 10 દિવસમાં ખુલાસો આપવા આદેશ અપાયા છે. ત્યારબાદ બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ફેબ્રુઆરી-2019માં પારડી સબ ડિવિઝનમાં ઉદ્યોગકારને ખટાવવા માટે ઈજનેરે સેટિંગ કરી વીજલાઈન બારોબાર ફેરવી દીધી હતી. આ લાઈન કૌભાંડ પણ ‘દિવ્ય ભાસ્કરે’ ઉજાગર કર્યું હતું ત્યારબાદ નાયબ ઈજનેર પી.એલ પટેલની ભાયાવદર બદલી કરી દેવામાં આવી હતી. 9 મહિના બાદ ફરી લાઈન કૌભાંડનું ભૂત ધુણ્યું હતું અને ફરી આવું જ કૌભાંડ છતું થતા તપાસમાં પારડીના પૂર્વ નાયબ ઈજનેર પી.એલ પટેલ અને જુનિયર ઈજનેર એ.બી. કાપડીનો હાથ હોવાનું બહાર આવતા બંનેને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો આપવા આદેશ આપ્યા છે. પીજીવીસીએલના રાજકોટ રૂરલ સર્કલના અધિક્ષક ઈજનેર તપાસ કરાવી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં આ બંને ઈજનેરોનો ખુલાસો આવ્યા બાદ ચાર્જશીટ અપાશે અને કડક પગલાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LVdpc1
via IFTTT
No comments:
Post a Comment