
માળિયા | કાળી ચૌદસ એટલે સુરાપુરા દાદા નો મોટામાં મોટો દિવસ કહેવાય માળીયા તાલુકાના લથોદ્ર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળીચૌદસના પવિત્ર દિવસે વશરામ ધામ ખાતે કાનાબાર કુટુંબના સુરાપુરા દાદા વશરામ બાપાના સાનિધ્યમાં થાળનું ભવ્ય આયોજન રાખેલ હતું. શાસ્ત્રી કેતનભાઇ પેરણી એ વશરામ બાપાનું પૂજન કરાયું હતું. બપોરના 1:00નું આયોજન રાખેલું ત્યારબાદ મહાપ્રસાદ રાખેલ હતો. સૌરાષ્ટ્રના ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારે હાજરી આપી પરમ પૂજ્ય સુરાપુરા બાપા વશરામ બાપા નું પૂજન કરેલ હતો. સાંજે 7 વાગ્યા સુધી તમામ કાર્યક્રમો યોજાયા હતા. ભુવા બાપા કાંતિ બાપા કાનાબાર એ અને અને કાનાબાર પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિ બાપા એ કરેલ હતું .
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ojd1ea
via
IFTTT
No comments:
Post a Comment