છેલ્લા થોડા સમયથી દીપડાનાં માનવ ઉપર હુમલાનાં બનાવો વધી રહયાં છે. તે ખરેખર ચીંતા જનક છે. તો બીજી તરફ માનવ જીંદગીઓ પણ ગુમાવાઇ રહી છે. ત્યારે આવા માનવભક્ષી દીપડાઓ ઉપર વન વિભાગ દ્વારા વોચ રાખી તેને પકડવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે.
મહત્વનું એ છે કે, જાણે કે દીપડાઓને કોઇ ભય ન હોય તેમ ગામડાઓની અંદર ઘુંસી એટલું જ નહીં ઘરમાં આવી જઇને હુમલા કરવાનાં બનાવો વધતાં આવા બેખોફ માનવભક્ષી દીપડાઓથી હાલ ગામડાની પ્રજા ફફડી રહી છે. આવીજ ઘટના વિસાવદર તાલુકાનાં નાનીપીંડાખાઇ ગામે બની છે. જેમાં વિષમય જન્માવતી વાત એ છે કે, ગામનાં આધેડ વાડીએ હતાં ત્યારે ત્યાં સિંહ આવતાં પોતે જીવ બચાવી પોતે ઘરી આવી ગયા હતાં અને હાંશકારો કરી ઘરે સુતા હતાં. ત્યારે મધ્યરાત્રીનાં ગામની વચ્ચે આવેલા ઘરની 10 ફુટની દિવાલ ટપી દીપડાએ તેમને ફાડી ખાધા હતાં. બાદમાં તેને ઢસડીને લઇ જતો હતો ત્યારે ઘરનાં અન્ય સદસ્યો જાગી જતાં અને રાડારાડી કરતાં દીપડો નાસી છુટયો હતો. બાદમાં આધેડને પીએમ માટે વિસાવદર ખસેડાતાં ત્યાં પરિવારનાં સદસ્યોએ લાશ સંભાળવાની ના પાડી દીધી હતી અને વન વિભાગનાં અધિકારી લેખિતમાં દીપડો પકડવાની બાંહેધરી આપેજ પછી લાશ સ્વીકારશું તેમ કહેતાં ડીસીએફ પણ દોડી આવ્યાં હતાં. આ ઘટના વિસાવદરનાં નાની પીંડાખાઇ ગામે બની હતી. જયાં દલિતવાસમાં રહેતા વાલાભાઇ માણંદભાઇ મારૂ (ઉ.વ.58) તેઓ ખેતરે પાણી વાળવા ગયા હતાં. જયાં સિંહ આવી જતાં તેઓ પાણી વાળવાનું મુકી ઘરે આવી ગયા હતાં અને હાંશકારો કરી ઘરે સુતા હતાં. ત્યારે રાત્રીનાં સવા બે વાગ્યાનાં અરસામાં ઘરની અંદર ઘુસી એક માનવભક્ષી દીપડાએ તેમના ઉપર હુમલો કરતાં તેને ગળાનાં ભાગેથી હુમલો કરી ફાડી ખાધા હતાં અને ઢસડીને લઇ જતો હતો ત્યારે ઘરનાં સદસ્યો જાગી જતા અને રાડારાડ કરતાં દીપડો નાસી છુટયો હતો અને બાદમાં તેઓને વિસાવદર સરકારી દવાખાને પીએમ માટે લઇ આવ્યા હતાં. જોકે એ પહેલા ઘટનાની જાણ વન વિભાગને કરતાં તેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગામમાં ત્રણ પાંજરા મુકયાં હતાં. પરંતુ પીએમ થયા બાદ પરિવારે લાશને સંભાળવાની ના પાડી દેતા આરએફઓ ગઢવી પણ દવાખાને પહોંચ્યા હતાં. ત્યારે સદસ્યોએ કીધુ હતું કે વન વિભાગનાં ઉચ્ચ અધિકારી લેખિતમાં બાંહેધરી આપે પછી જ લાશ સ્વીકારશું.
આમ સમયની માંગને જોઇ જૂનાગઢથી ડીસીએફ પણ વિસાવદર હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. ત્યારે ગામનાં સરપંચ અને લોકોએ જણાવ્યંુ હતું કે જો બિમાર કોઇ રાની પશુ હોય તો તેના માટે મોટો સ્ટાફ મુકી રેસ્કયું કરી તેની સારવાર કરવામાં આવે છે. ત્યારે આવા માનવમક્ષી દીપડાઓને પુરવા માત્ર પાંજરૂ મુકી દઇ મૃતકનાં પરિવારને સહાય ચુકવી સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે આવા માનવભક્ષી દીપડાને પકડવા કેમ કોઇ ઠોસ કોઇ કામગીરી કરવામાં આવતી નથી. અંતમાં સમજાવટથી મામલો થાળે પડતાં સાંજનાં 4 વાગ્યે આસપાસ પરિવારે લાશનો સ્વીકાર કરી અંતિમ સંસ્કાર કર્યા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BsQVsE
via IFTTT
No comments:
Post a Comment