મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસથી વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દીકરીના જન્મ બાદ ત્રણ તબક્કામાં 1,10,000 રૂપિયાની સહાય અપાશે. આ યોજનાના અમલીકરણ માટે નોડલ ઓફિસર તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની નિમણૂક કરાઈ છે જેના અનુસંધાને રાજકોટમાં બેઠક બોલાવાઈ હતી.
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મહિલા ક્ષેત્રે કાર્યરત વિવિધ કચેરીઓ, સંસ્થાઓ, કેન્દ્રો, બિનસરકારી સંસ્થાઓ સાથે સંકલન વર્કશોપનું આયોજન કરવા બેઠક મળી હતી. આ વર્કશોપમાં રાજકોટ જિલ્લામાં મંજૂર થયેલા એક્શન પ્લાન મુજબ આગામી સમયમાં સમગ્ર શહેર અને દરેક તાલુકામાં બેટી બચાઓ બેટી પઢાઓ હેઠળ કાર્યક્રમો કરવામાં આવશે તેમજ યોજનાનું અસરકારક અમલીકરણ થાય તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાની ટાસ્કફોર્સની રચના કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oNcuSg
via IFTTT
No comments:
Post a Comment