ઘરને દાવાનળથી બચાવનાર કવચ તૈયાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

ઘરને દાવાનળથી બચાવનાર કવચ તૈયાર

વિજ્ઞાનિકોએ ઘરોને જંગલની આગથી બચાવવા માટે એક ખાસ પ્રકાર શોધી કાઢ્યો છે.તેમણે એક એવું અગ્નિશામક કવચ તૈયાર કર્યું છે, જેનાથી ઘરને ઢાંકીને તેની રક્ષા કરી શકાય છે. આના પ્રારંભિક પરિક્ષણ સફળ રહ્યા છે. ફ્રંટિયર આ મેકેનિકલ એન્જિનિયરિંગ જર્નલમાં આ વિષેનો લેખ પ્રકાશિત થયો છે. વિજ્ઞાનિકોએ ઘણો સમય સુધી વિવિધ પ્રકારના ફેબ્રિક પર પ્રયોગશાળામાં પરિક્ષણ કર્યા અને જોયું કે તેનો ઉપયોગ પ્રચંડ આગમાં કોઇ સ્ટ્રક્ચરને બચાવવા માટે કરી શકાય છે કે નહીં.લાંબા પ્રયોગ બાદ છેવટે એવું કવચ તૈયાર કરવામાં સફળતા મળી છે,જે કોઇ નાના દાવાનળની સ્થિતિમાં કોઇ માળખાને બચાવી શકે છે.હવે આ વાત પર પરીક્ષણ કરવાની જરૂર છે કે શું તેનો ઉપયોગ કોઇ મોટી આગની સ્થિતિમાં એવા વિસ્તારમાં થઇ શકે છે,જ્યાં પર મોટી સંખ્યામાં ઘરો હોય.આ સંશોધનનું નેતૃત્વ કરનારા વેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર ફુમેકી તાકાહાશી કહે છે કે જંગલથી અડીને આવેલા વિસ્તારોમાં આ નવું અગ્નિશામક આવરણ એક ઉપયોગી પધ્ધતિ બની શકે છે. તે જણાવે છે કે હાલની ટેકનિકનો ઉપયોગ કોઇ એકલા ઘર અને તુલનાત્મક રૂપથી નાની આગની સ્થિતિમાં પુરી રીતે કારાગાર નિવડ્યા છે.આ પર વધુ પ્રયોગ કરીને તેને મોટી આગની સ્થિતિમાં અનેક ઘરોવાળા વિસ્તારોમાં ઉપયોગી બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. હાલના દિવસોમાં દાવાનળ શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં એક પડકારૂપે સામે આવ્યો છે. અાગથી પ્રભાવિત અથવા સંભવિત વિસ્તારના લોકો ઘણા સમયથી પ્રો.તાકાહાશીથી સંપર્ક કરીને એવી વ્યવસાયિક પ્રોડક્ટ બનાવવાનો આગ્રહ કરી રહ્યા હતા, જે દાવનળની સ્થિતિમાં તેમના ઘર તેમજ અન્ય મિલકતનો બચાવ કરી શકે. આ જોઇને જ તે એવા સંશોધન માટે પ્રેરિત થયા. તાકાહાશીએ જણાવ્યું કે અત્યારસુધી આગથી બચાવ માટે જે પણ પ્રકારના અાવરણ ઉપલબ્ધ હતા, તે પુરી રીતે બચાવ કરવા માટે સક્ષણ ન હતા.પણ, આ નવું આવરણ ઘરની અંદર રાખેલા લાકડાના સામાનની પણ સુરક્ષા કરી શકે છે. હવે આ આવરણ માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રીને વધુ વિકસાવવામાં આવી રહી છે.તેનાથી વિકરાળ આગની સ્થિતિમાં પણ તેનો ઉપયોગ થઇ શકશે.

ઇન્ટરેસ્ટિંગ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - ready to shield your home from the fire 063037


from Divya Bhaskar https://ift.tt/2BjxbaY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here